Site icon Revoi.in

અભ્યાસઃ- ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનના બે ડોઝ 85 થી 90 ટકા અસરકારક

Social Share

દીલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની બીજી તરંગ તીવ્ર બની છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા અનેક વેક્સિન મારિકેટમાં આવી છે, જેમાં ઘણી વેક્સિન અસરકારક હોવાના અભ્યાસ થી ચૂક્યા છે, ત્યારે બ્રિટનના આરોગ્ય વિભાગના કાર્યકારી એકમ, પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ (પીએચઇ) એ તેના પ્રથમ સર્વેલન્સ ડેટામાં શોધી કાઢ્યું હતું કે કોવિડ -19 ના લક્ષણો અટકાવવામાં ઓક્સફર્ડ- એસ્ટ્રાઝેનેકા રસીના બે ડોઝ 85 થી 90 ટકા અસરકારક સાબિત થાય  છે.

આરોગ્ય એકમએ વેક્સિનની ક્ષમતાની ભાળ મેળવવા માટે ‘પ્રાયોગિક ડેટા’ ની જગ્યાએ પ્રથમ વખત સર્વેલન્સ ડેટા જારી કર્યા છે. પીએચઇએ જણાવ્યું છે કે, પ્રથમ વખત અપનાવવામાં આવેલા નવા આકારણીઓ દર્શાવે છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનના બે ડોઝ, લાક્ષણિક રોગની સામે 85 થી 90 ટકા રક્ષણ પૂરું પાડે છે.

બ્રિટનના રસીકરણ બાબતોના પ્રધાન નધિમ ઝહાવીએ જણાવ્યું હતું કે નવી આકૃતિ બંને વેક્સિન ડોઝના શાનદાર પ્રભાવને દર્શાવે છે અને ઓક્સફર્ડ -એસ્ટ્રોજેકાના વેક્સિનનો બીજો ડોઝ 90 ટકા સુધીનું રક્ષણ પૂરું પાડે છે.