Site icon Revoi.in

તાપી નદીના કિનારે પણ અદભૂત રિવરફ્રન્ટ બનાવવામાં આવશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

ગાંધીનગર: સાબરમતી નદીનો જે રીતે વિકાસ થયો, ગુજરાતમાં એક ફરવા લાયક સ્થળ બની ગયું છે. એવી રીતે હવે દક્ષિણ ગુજરાતમાં આવેલી નદી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. વાત એવી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના અમલીકરણ માટે સ્પેશ્યલ વ્હીકલ પરપઝ SPV તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે. ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. 10 કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ SPV ના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ ચેરમેન તરીકે સુરતના મ્યૂનિસિપલ કમિશનરને રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના રૂ. ૧૯૯૧ કરોડના ફેઇઝ-1 ના કામો માટે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રોજેક્ટ કોસ્ટના 70 ટકા પ્રમાણે લોન મેળવવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપેલી છે.