Site icon Revoi.in

પંજાબ પોલીસની સફળતા – ત્રણ આતંકીઓની કરી ધરપકડ, આતંકી મોડ્યુલનો થયો પર્દાફાશ

Social Share

ચંદિગઢઃ દેશમાં જમ્મુ કાશઅમીર અને પંજાબમાં દેશની સરહદો આવેલી છે જેથી આ બન્ને વિસ્તારમાં આતંકીઓ પોતાની યોજનાઓ ઘડતા હોય છે જો કે પોલીસ તથા સેના સતત નજર રાખીને તેમના નાપાક ઈરાદાઓને નાકામ કરી રહ્યા છે ત્યારે આજ શ્રેણીમાં હવે પંજાબ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

ગુરુવારે પંજાબ પોલીસે કુરુક્ષેત્ર એડવાન્સ્ડ એક્સપ્લોઝિવ ઇક્વિપમેન્ટ કેસના મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. આ આતંકીઓ પાસેથી પોલીસને એક વિસ્ફોટક, બે પિસ્તોલ, આઠ કારતૂસ અને એક બાઇક ઉપરાંત 1.5 કિલો વજનનું આરડીએક્સ ધરાવતા હથિયારો મળી આવ્યા છે.ધરપકડ કરાયેલા લોકોમાં ગયા મહિને હરિયાણાના કુરુક્ષેત્રના શાહબાદ વિસ્તારમાં આઈઈજી પ્લાન્ટ કરવાનો મુખ્ય ગુનેગાર પણ સામેલ છે. તેની ઓળખ તરનતારનના ભટ્ટલ સહજ સિંહ ગામના રહેવાસી નછતર સિંહ ઉર્ફે મોતી તરીકે થઈ છે.

પ્રારંભિક તપાસમાં  જાણવા મળ્યું છે કે  ત્રણેય કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ ઉર્ફે લંડા સાથે સીધા સંપર્કમાં હતા અને મોટા પાયે ગેરવસૂલી અને હથિયારો, વિસ્ફોટકો અને માદક દ્રવ્યોની સરહદ પારની દાણચોરીમાં સામેલ હતા.  તે પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર હરવિંદર સિંહ રિંડાનો નજીકનો સાથી પણ રહ્યો છે.

હરિયાણા પોલીસે ઓગસ્ટમાં અંબાલા-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુરુક્ષેત્ર જિલ્લાના શાહબાદમાંથી લગભગ 1.3 કિલો RDX ધરાવતો IED મેળવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે અહીં જણાવ્યું કે ધરપકડ કરાયેલા અન્ય બે લોકોની ઓળખ ગાંડીવિંડ ગામનો રહેવાસી સુખદેવ સિંહ ઉર્ફે શેરા અને તરનતારનના નૌશેરા પન્નુઆન ગામના રહેવાસી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી તરીકે કરાઈ છે.