Site icon Revoi.in

બનિહાલ-કાજીગુંડ હાઈવે પર બનેલી ટનલનું સફળ પરિક્ષણ ,હવે જમ્મુથી શ્રીનગર જવા માટે 16 કિમી અંતર ઘટશે,ટૂંક સમયમાં કરાશે લોકાર્પણ

Social Share

 

શ્રીનગરઃ- જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર 8.5 કિમી લાંબી આધુનિક ટનલનું ટ્રાયલ રન સફળ રહ્યું છે. જૂન 16 ના રોજ, પ્રારંભિક તબક્કામાં બે કલાક ટ્રાફિકને ખોલવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા ચોવીસ કલાકથી સતત વાહનોની અવરજવર કરવામાં આવી હતી.જેમાં કોઈ પણ પ્રકારની  સમસ્યા નહોતી આવી. વિતેલા દિવસને  શુક્રવારે સવારે 10 વાગ્યે 24 કલાકનું પરિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

બનિહાલ-કાઝીગુંડ હાઇવે ટનલના નિર્માણથી હવે જમ્મુથી શ્રીનગર સુધી જવા માટે 16 કિલોમીટરના અંતરમા ઘટાડો કરશે. ખાસ વાત એ છે કે હિમવર્ષા સહિતના હવામાનની મુશ્કેલીઓને કારણે જવાહર ટનલ અને શૈતાન નાળાની આજુબાજુ ટ્રાફીક જામ થવાની જે સમસ્યાઓ સર્જાતી હતી તેમાંથી છૂટકારો મેળવી શકાશે.

આ ટનલ લગભગ 21 હજાર કરોડના ખર્ચે તૈયાર  કરવામાં આવી છે,ટનલને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડથી તૈયાર કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન એજન્સી નવયુગ એન્જિનિયરિંગ કંપનીના ચીફ મેનેજરના જણાવ્યા પ્રમાણે બે કલાકના ટ્રાયલ બાદ 24 કલાકનો સંપૂર્ણ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો છે, ત્યારે હવે થોડા સમયમાં આ ટનલનું લોકાર્પણ કરી દેવામાં આવશે, જેથી આવન જાવનમાં સરળતા રહેશે.

હાલ આ ટનલમાં અન્ય તકનીકી પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. તેના લોકાર્પણ પછી ટૂંક સમયમાં, તે સામાન્ય ટ્રાફિક માટે ખોલવામાં આવશે. આ ટનલમાં 126 જેટ પંખા, આધુનિક 234 સીસીટીવી કેમેરા અને અગ્નિશામક ઉપકરણો લગાવવામાં આવ્યા છે.