બેંગલુરુ: Tejas MK-1A ફાઈટર જેટની પહેલી ઉડાણ 28 માર્ચ, 2024ના રોજ બેંગલુરુ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેસેલિટીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઉડાણ લગભગ 18 મિનિટની હતી. કેટલાક સમય પહેલા જ આ વિમાનમાં ડિજિટલ ફ્લાઈ બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC) લગાવવામાં આવ્યું હતું.
DFCCનો સામાન્ય ભાષામાં મતલબ થાય છે કે ફાઈટર જેટથી મેન્યુઅલ ફ્લાઈટ કંટ્રોલ્સ હટાવીને તેની જગ્યાએ ઈલેક્ટ્રોનિક ઈન્ટરફેસ લગાવી દેવો. એટલે કે ઘણી બધી વસ્તુ કોમ્પ્યુટરના હાથમાં જતી રહે છે, તે વિમાનને પાયલટના પ્રમાણે સંતુલિત અને નિયંત્રિત રાખે છે.
આ સિસ્ટમને કારણે રડાર, એલિવેટર, એલિરોન, ફ્લેપ્સ અને એન્જિનનું નિયંત્રણ ઈલેક્ટ્રોનિકલી હોય છે. ફ્લાઈ બાય વાયર કુલ મળીને ફાઈટર જેટને એક આત્મસંતુલન આપે છે. સ્ટેબલાઈઝ કરે છે. આ વિમાને વધારે સુરક્ષિત બનાવે છે.
વિમાનના ઉન્નત સંસ્કરણ, તેજસ એમકે-1એમાં ઉન્નત મિશન કોમ્પ્યુટર, ઉચ્ચ પ્રદર્શન ક્ષમતાવાળા ડિજિટલ ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર, સ્માર્ટ મલ્ટી ફંક્શન ડિસ્પ્લે, એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર, એડવાન્સ્ડ સેલ્ફ પ્રોટેક્શન જામર, ઈલેકટ્રોનિક વોરફેર સૂટ વગેરે સુવિધાઓ છે.
આ ફાઈટર જેટ આમ તો તેજસ એમકે-1ની જેમ છે. તેમાં કેટલીક ચીજો બદલાય ગઈ છે. જેમાં તેમાંથી અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર સૂઈટ, ઉત્તમ એઈએસએ રડાર, સેલ્ફ પ્રોટેક્શન જામર, રડાર વોર્નિંગ રિસીવર લાગેલા છે. તેના સિવાય તેમાં બહારથી ઈસીએમ પોડ પણ લાગી શકે છે.
માર્ક-1એ ગત વેરિએન્ટથી થોડું હળવું છે. પરંતુ આ આકારમાં એટલું જ મોટું છે. એટલે કે 43.4 ફૂટની લંબાઈ, 14.5 ફૂટની ઊંચાઈ. મહત્તમ 2200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડાણ ભરી શકે છે. કોમ્બેક્ટ રેન્જ 739 કિલોમીટર છે. જો કે તેની ફેરી રેન્જ ત્રણ હજાર કિલોમીટર છે.
આ વિમાન મહત્તમ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેમાં કુલ મળીને 9 હાર્ડ પોઈન્ટ્સ છે. તેના સિવાય 23 મિલિમીટરની ટ્વિન બેરલ કેનન લાગેલી છે. હાર્ડપોઈન્ટ્સમાં 9 અલગ-અલગ રોકેટ્સ, મિસાઈલો, બોમ્બ લગાવી શકાય છે અથવા તો પછી તેનું મિશ્રણ કરી શકાય છે.
ભારતીય વાયુસેનાને 180 તેજસ ફાઈટર જેટ્સની જરૂરત છે. 83 એલસીએ માર્ક-1એ માટે કોન્ટ્રાક્ટ થઈ ચુક્યો છે. 97 અન્ય ફાઈટર જેટ્સ પણ વાયુસેના લેવાની છે. ભારતીય વાયુસેનાએ માર્ક-1એથી પહેલા 123 તેજસ ફાઈટર જેટ્સ માંગ્યા હતા. તેમાંથી લગભગ 30 જેટ્સની ડિલીવરી થઈ ચુકી છે. તેના પછી બાકીના 83 ફાઈટર જેટ્સ તેજસ માર્ક-1એ હશે, જે 2024થી 2028 વચ્ચે મળશે. અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઈંગ્લેન્ડ, ચેક રિપબ્લિક, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, રશિયા, ચીન, ઈટાલી અને રોમાનિયા પાસે પણ હળવા ફાઈટર જેટ્સી ફ્લીટ છે.
ભવિષ્યમાં તેજસ ફાઈટર જેટ્સ પર ક્યાં હથિયારો લાગવાના છે?
અસ્ટ્રા એમકે-3-
આ મિસાઈલની ટ્રાયલ થઈ રહી છે. તે હવાથી હવામાં પ્રહાર કરનારી બેયોન્ડ વિઝુઅલ રેન્જ મિસાઈલ છે. તેની રેન્જ 350 કિલોમીટર છે. તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈ પર જઈ શકે છે. તેની ગતિ 5557 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે મિસાઈલનું ટેસ્ટિંગ 2023માં એકવાર થઈ ચુક્યું છે. આ સુપરસોનિક સ્પીડથી દુશ્મનના ટાર્ગેટ તરફ હુમલો કરી શકે છે. તેમાં રેમજેટ એન્જિન લાગેલું છે.
તારા-
તેનું પુરું નામ ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન છે. તે એક પ્રકારે પ્રેસિશન સ્ટ્રાઈક સ્ટેન્ડ ઓફ વેપન છે. તેની રેન્જ 50થી 100 કિલોમીટર છે. તે એક ગાઈડેડ હથિયાર છે. તેમાં હાઈ એક્સપ્લોસિવ વોરહેડ લગાવવામાં આવે છે. તે ત્રણ વજનમાં આવે છે, – પહેલું 250 કિ.ગ્રા., બીજું 450 કિ.ગ્રા. અને ત્રીજું 500 કિ.ગ્રા.
NASM-MR-
તે એક મીડિયમ રેન્જની નેવલ એન્ટી શિપ મિસાઈલ છે. તેની રેન્જ 250 કિલોમીટરથી 350 કિલોમીટર હશે. તેની ગતિ 864 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ મિસાઈલને દેશના જંગી જહાજો અને તેજસ ફાઈટર જેટ્સ પર લગાવવાની યોજના છે.
રુદ્રમ મિસાઈલ-
ભારતીય વાયુસેનાની શક્તિશાળી, સટીક અને તેજ ગતિથી હવામાંથી સપાટી પર પ્રહાર કરનારી એન્ટી રેડિયેશન મિસાઈલ છે. તેના ત્રણ વેરિએન્ટ છે- રુદ્રમ-1, રુદ્રમ-2 અને રુદ્રમ-3. ત્રણેયની લંબાઈ 18 ફૂટ છે. વજન અલગ-અલગ છે. રુદ્રમ-1 મહત્તમ 55 કિ.ગ્રા. વોરહેડ લઈ જઈ શકે છે.
રુદ્રમ-2 એન્ટી રેડિએશન મહત્તમ 155 કિ.ગ્રા. અને રુદ્રમ-2 ગ્રાઉન્ડ એટેક મિસાઈલ 200 કિ.ગ્રા. વજનના હથિયાર લઈ જઈ શકે છે. રુદ્રમ-1ની રેન્જ 150 કિ.મી. રુદ્રમ-2ની રેન્જ 300 કિ.મી. અને રુદ્રમ-3ની રેન્જ 550 કિ.મી. છે. આ મિસાઈલોની ગતિ 2500 કિ.મી. પ્રતિ કલાકથી 6791 કિ.મી. પ્રતિ કલાકની વચ્ચે છે.
Brahmos-NG
આ બ્રહ્મોસની નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે. તેની રેન્જ 290 કિલોમીટર છે. તેનું વજન 1.5 ટન, લંબાઈ 20 ફૂટ અને વ્યાસ 50 સેન્ટીમીટર છે. આ ફાયર એન્ડ ફોરગેટ તકનીક પર કામ કરનારી મિસાઈલ છે. તેના ઘણાં વેરિએન્ટ્સ છે, તેને જમીન, પાણી અને હવામાંથી ફાયર કરી શકાય છે. તે 3704 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ પર ત્રાટકનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે.