- ભારત પાકિસ્તાન બોર્ડ પર સેના-પોલીસને મળી સફળતા
- હેરોઈન અને ડ્રોન ઝપ્ત કરાયું
ચંદિગઢઃ- પંજાબમાં ભારત પાકિસ્તાન બોપ્ડ પર સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થછી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર છેલ્લા એક સપ્તાહથી દાણચોરોએ ડ્રોન દ્વારા શસ્ત્રો અને ડ્રગ્સ મોકલવાના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે તે જ સમયે, સરહદ પર પંજાબ પોલીસ અને બીએસએફની ટીમ દરેક વખતે તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યો છે
પોલીસ સેનાના ઓપરેશન દરમિયાન તરનતારન જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક રવિવારે ફરીથી બીએસએફ દ્વારા ત્રણ કિલોગ્રામ હેરોઈન સાથેનું ડ્રોન ઝડપાયું છે. પંજાબ પોલીસ અને સીમા સુરક્ષા દળના સંયુક્ત ઓપરેશનમાં પણ આ રિકવરી કરવામાં આવી છે.
ડીજીપી એ આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે તરનતારનમાં ક્રોસ બોર્ડર દાણચોરીના નેટવર્ક સામે વિશેષ ઓપરેશન ચલાવતી વખતે,તરનતારનના વિસ્તારમાં સર્ચ દરમિયાન 3 કિલો હેરોઈન સાથે ક્વાડકોપ્ટર ડ્રોન જપ્ત કર્યું છે.આ અગાઉ પણ એક દિવસ પહેલા, બોર્ડર સિક્યુરિટી ફોર્સે લગભગ 25 કિલો હેરોઈન રિકવર કર્યું હતું, જેને ફાઝિલ્કા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ઠાર કરવામાં આવ્યું હતું.