- પિનાકા Mk-i રોકેટ સિસ્ટમ વધુ ધાતક અને શક્તિશાળી બની
- બાલાસોર અને પોખરણમાં કરવામાં આવ્યું સફળ પરિક્ષણ
દિલ્હીઃ- દેશ આત્મ નિર્ભર ભારત હેઠળ અનેક પ્રગતિ કરી રહ્યો છે ,આ અંતર્ગત દેશને ઘણી સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે, દેશની સેનાઓના સંસાધનો મેક ઈન ઈન્ડિયા હેઠળ વિકસીત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ શ્રેણીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા સંપૂર્ણ સ્વદેશી અને વિકસિત પિનાકા રોકેટની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પિનાકાની ઉન્નત ક્ષમતાઓનું પરીક્ષણ બાલાસોર અને પોખરણમાં કરવામાં આવ્યું હતું.સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાની સફળતામા, મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ અને ઈકોનોમિક એક્સપ્લોસિવ્સ લિમિટેડ સહિતના અન્ય ઉત્પાદકોએ આ પરીક્ષણ પૂર્ણ કરવામાં અને પિનાકાની ક્ષમતાઓને વધારવામાં મોટો ફાળો આપ્યો છે.
પિનાકા Mk-i સિસ્ટમની શું છે ખાસિયતો જાણો
- પિનાકા Mk-i એ અપગ્રેડેડ રોકેટ સિસ્ટમ છે, જેનું ભૂતકાળમાં ઘણી વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- આ રોકેટ સિસ્ટમ્સ ડીઆરડીઓની ટેક્નોલોજીના આધારે વિકસાવવામાં આવી છે.
- પિનાકા Mk-i રોકેટ સિસ્ટમ લગભગ 45 કિમીની રેન્જ ધરાવે છે. તે જ સમયે, પિનાકા-2 રોકેટ સિસ્ટમ 60 કિમીની રેન્જ ધરાવે છે.
- રોકેટ સિસ્ટમને બે DRDO પ્રયોગશાળાઓ, ઓર્ડનન્સ હાઇ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે પિનાકા માર્ક-1 વેરિઅન્ટનો ઉપયોગ ભારતીય સેના દ્વારા 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો,
- પિનાકા ટૂંકા અંતરની પાયદળ, આર્ટિલરી અને હથિયારોથી સજ્જ વાહનોને લક્ષ્ય બનાવે છે.
ઉલ્લેખનીય છે કે DRDOએ 1980માં પિનાકા રોકેટ સિસ્ટમ વિકસાવવાનું શરૂ કર્યું હતું. આ પછ, 1990 ના દાયકાના અંતમાં પિનાકા માર્ક-વનના સફળ પરીક્ષણે ભારતીય સેનાને મોટી તાકાત આપી. પિનાકા સિસ્ટમની એક બેટરીમાં છ લોન્ચ વાહનો છે. પિનાકા-2 ને ગાઇડેડ મિસાઇલ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.હવે આ રોકેટ વધુ શક્તિશાળી અને ઘાત બનાવામાં આવ્યું છે.