આજના આધુનિક જમાનામાં મહિલાઓ મોર્ડન બની છે અને ઘરના કામકાજ કરવાની સાથે નોકરી-વ્યવસાય કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. નોકરી-વ્યવસાય કરતી મહિલાઓ વ્યસ્તાને કારણે પોતાના વાળની વધારે સંભાળ રાખી શકતી નથી. ત્યારે આવી મહિલાઓ કેવી હેરસ્ટાઈલ રાખવી જોઈએ કે જેનાથી તે અન્યથી અલગ તરી આવે. તેના વિશે જાણકારી આપીશું.
- બોબ કટ મહિલાઓની પ્રથમ પસંદ
બોબકટ મહિલાઓની સૌથી પસંદગની હેરસ્ટાઈલ છે. જેને નાના વાળ જોઈએ અને સાથે ફેમિનિન લુક પણ મેળવવો હોય તો આ હેર સ્ટાઈલ સૌથી સારી છે. જેથી આપનો લુક સોફ્ટ લાગશે. મહિલાઓને વાળ ઓરાવવામાં પણ વધારે સમય લાગતો નથી.
- શેગ સ્ટાઈલ
એવી મહિલાઓ જે પોતાના વાળને નાના રાખવે માગે છે. તેમના માગે મધ્યમ લંબાઈવાળા શેગ વાળની હેરસ્ટાઈલ સૌથી સારો વિકલ્પ છે. ટ્રેન્ડી લુકની સાથે વાળના પ્રકાર અનુસાર સામેથી અને પાછળ ચૌબપી શેગ ટ્રાઈ કરી શકો છો.
- પિક્સી સ્ટાઈલ
આ હેરસ્ટાઈલમાં વાળ ખુબ નાના થઈ જાય છે. નેચરલ લુક માટે આ હેરસ્ટાઈલ ખુબ સારી છે. વાળને સજાવટ અને સુંદર બનાવવાની જરૂર નથી, કેમ કે વાળને સિરે બ્રોકન એક સ્ટાઈલમાં કાપેલા હોય છે. જેથી વાળ પાછળ વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી.
- બેંગ સાથે લાંબાવાળ
લાંબા અને સીધા વાળનું ચલન હરહંમેશ રહેશે. આ હેરસ્ટાઈલમાં ચહેરની સુંદરતા વધી જાય છે. લાંબા વાળમાં જો બેંગ લગાવવામાં આવે તે વધારે સજાવવાની પછી જરૂર રહેતી નથી.
- સાઈડ લેયરિંગ
એક જ સાઈડમાં વાળને સેટ કરીને કોઈ પણ જલ્દી કંટાળી જાય છે. જો આપ પોતાને અલગ દર્શાવવા માંગતા હોવ તો વાળને સાઈડ લેયરિંગ સ્ટાઈલ અપનાવી શકો. સાઈડ લેયરિંગ ચહેરાને યુવાન લુક આપવાની સાથે આપને આધુનિક પણ બનાવે છે. જો વાળ ઉપર કલર કર્યાં હોય તો આ લેયરિંગ સ્ટાઈલ આપને વધારે સ્ટાઈલિશ લુક આપશે.