Site icon Revoi.in

બાઈકના EMIથી બચવા યુવાને આચર્યું આવુ કૃત્યઃ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક ભેજાબાજે ફાઈનાન્સ ઉપર બાઈક લીધા બાદ તેના હપ્તા ના ભરવા પડે અને ક્લેમ પાસ કરાવવા માટે બાઈક ચોરીનું તરક્ટ રચ્યું હતું. જો કે, પોલીસની તપાસમાં હકીકત સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. યુવાને બાઈકને પોતાના ઘરની પાસે જ ઉંડો ખાડો ખોદીને દાટી દીધા બાદ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સહારનપુરના તીતરો વિસ્તારમાં રહેતા ખાલિદ નામના શખ્સે ફાઈનાન્સ ઉપર બાઈક લીધી હતી. દરમિયાન યુવાને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ આરંભી હતી. ખાલિદની પોલીસે શંકાના આધારે પૂછપરછ આરંભી હતી. પોલીસની તપાસમાં ખાલિદની ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું હતું.

ખાલિદે ફાઈનાન્સના હપ્તા નહીં ભરવા અને ક્લેમ પાસ કરાવવા માટે તરકટ રચ્યું હતું. તેમજ બાઈકના સ્પેરપાર્ટસ અલગ કરીને ઘરના આંગણામાં દાટી દીધી હતી. ખાલિદે પૂછપરછમાં કરેલી કબુલાતથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે આરોપીના ઘર આંગણે ખોદકામ કરીને બાઈક અને તેના સ્પેરપાર્ટસ બહાર કાઢ્યાં હતા. આ અંગે પોલીસે ખાલિદની સામે જ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

એસપી દેહાત અતુલ શર્માએ આ અંગે જણાવ્યુ હતું કે તીતરો વિસ્તારમાં ગામ ખાનપુર ગુર્જર નિવાસી ખાલિદે બાઈક લૂંટનો રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસ તપાસમાં ફરિયાદીનો દાવો ખોટો નિકળ્યો હતો.