હિંદુ મહિલાઓ પર આવા અત્યાચાર પાકિસ્તાનમાં થાય છે, 30% વોટ માટે બંગાળમાં ઉત્પીડન: સંદેશખાલીને લઈને ભાજપના સાંસદનો બળાપો
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીને લઈને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ટીએમસીના ગુંડા હિંદુ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેમના ઉત્પીડન કરે છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા લોકેટ બેનર્જીએ કહ્યું છે કે દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તે રાજ્ય મહિલાઓ માટે સૌથી વધુ અસુરક્ષિત છે. તેમણે કહ્યું છે કે મમતા બેનર્જી મહિલાઓએ તમને 2011માં વોટ આપ્યા હતા. તેઓ ડાબેરી સરકારમાં અસુરક્ષા મહેસૂસ કરતા હતા. પરંતુ તમે પણ તેમનો ભરોસો તોડયો.
લોકેટ બેનર્જીએ કહ્યું છે કે આખો દેશ જાણે છે કે સંદેશખાલીમાં શું થયું. એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ મહિલાઓની સાથે બળાત્કાર થયા છે, પરંતુ તમે ચુપ છો. તેમણે કહ્યું છ કે ટીએમસીના ગુંડાઓએ પહેલા મહિલાઓની સાથે યૌન શોષણ કર્યું અને પછી તેમના ઘરે પણ લૂંટ કરી. મહિલાઓએ અવાજ ઉઠાવ્યો, તો તેમના પર પણ વધુ અત્યાચાર કરવામાં આવ્યા.
લોકેટ બેનર્જીએ કહ્યું છે કે મમતા બેનર્જીએ અત્યાર સુધી એકપણ નિવેદન આપ્યું નથી. શાહજહાં શેખ હજીપણ ફરાર છે. પોલીસ પણ તેમને પકડી શકી નથી. તેમણે કહ્યું છે કે અત્યાર સુધી કોઈ એફઆઈઆર પણ નોંધાય નથી. પોલીસ પ્રશાસન પણ ટીએમસીનું કાર્યાલય બનેલા છે. માટે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
ચેટર્જીએ કહ્યું છે કે આ લોકો 30 ટકા વોટ ચાહે છે, માટે હિંદુ મહિલાઓને શિકાર બનાવાય રહી છે અને તેમના ઉત્પીડન કરાય રહ્યા છે. અમે આ પ્રકારના અત્યાચાર માત્ર પાકિસ્તાનમાં સાંભળ્યા છે. આવા પ્રકારની ઘટનાઓ હવે પશ્ચિમ બંગાળમાં થઈ રહી છે. પરંતુ મમતા બેનર્જી ચૂપ છે. હવે તેઓ કહી રહ્યા છે કે આની પાછળ આરએસએસનો હાથ છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા બીરભૂમમાં મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે એક ઘટના થઈ તો કાર્યવાહી પણ કરવામાં આવી. પહેલા ઈડી પહોંચી પછી તેનું દોસ્ત ભાજપ પહોંચી ગયું. તેના પછી મીડિયા પહોંચ્યું અને તલનો તાડ બનાવાયો. આ લોકો શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ પોતાના અધિકારીઓને સંદેશખાલી મોકલશે અને ભાળ મેળવશે કે આખો મામલો શું છે. તેના સિવાય આરોપીઓની વિરુદ્ધ પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના ગુર્ગાઓએ તેમના યૌન શોષણ કર્યા છે. આ સિવાય શાહજહાં શેખના સાથીદારોએ ઈડીની ટીમ પર હુમલા કર્યા હતા. તેના પછી જ તે ફરાર છે॥ તેની વિરુદ્ધ રાશન ગોટાળાના મામલે તપાસ થઈ રહી છે.