દેશના કેટલાક રાજ્યોમાં અચાનક ડેન્ગ્યુના કેસોમાં વધારો – આત્યાર સુધી 12 રાજ્યોમાં કુલ 60 દર્દીઓના મોત
- દેશના અનેક રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર
- અત્યાર સુધી 60 લોકોના મોત
- દરેક રાજ્યોમાં એલર્ટ
દિલ્હીઃ- દેશભરમાં એક તરફ જ્યાં લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસો પણ જોવા મળી રહ્યા છે ત્યારે અત્યાર સુધી આ રોગ 60 લોકોને ભરખી ગયો હોવાનો અહવાલ સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે કેન્દ્રની ટીમ ડેન્ગ્યુથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની મુાલાકાતે પહોંચી છે. દેશના 12 રાજ્યોમાં ડેન્ગ્યુના કારણે અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. તે જ સમયે, એકલા કેરળમાં સૌથી વધુ 20 મૃત્યુ થયા છે.
કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી 13 થી 14 ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લઈ રહી છે. દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યોએ હોસ્પિટલોને ડેન્ગ્યુના દર્દીઓ માટે અમુક બેડ અનામત રાખવાનો નિર્દેશ આપ્યો છે.
આરોગ્ય વિભાગ વધતા જતા કેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કેરળ, બિહાર, હરિયાણા, ઉત્તરાખંડ આ તમામ રાજ્યોમાં એક હજારથી વધુ કેસ છે.ખાસ કરીને રાજસ્થાન અને હરિયાણાની વાત કરીએ તો બંને રાજ્યોમાં 6-6 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં 3-3 દર્દીઓના મોત થયા છે. તમિલનાડુમાં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે તો બિહારમાં પણ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે.આ તામમ એવા રાજ્યો છએ જેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.