Site icon Revoi.in

પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર અચાનક હિલચાલ વધી – ભારતીય સેનાએ શરુ કર્યું પ્રેટોલિંગ

Social Share

દિલ્હીઃ- ચીન સતત ભારતની નિયંતર્ણ રેખઆ પર મીટ માંંડિને બ્સયું છે પૂર્વ લદ્દાખમાં તેની હલચલ વધતી જઈ રહી છે ત્યારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર અચાનક હલચલ મચી ગઈ છે. ચીનને ગલવાન ખીણમાં તૈનાત સૈનિકો ઘોડા અને ખચ્ચર સાથે સરહદી વિસ્તારોમાં સર્વે કરી રહ્યા છે.આ સ્થિતિનો   એક વીડિયો પણ વાયરલ થયો છે. જેને લઈને હવે સેના પણ સકર્ક બની છે.

 ભારતીય સૈન્યના જવાનોએ શુક્રવારે ગલવાન ઘાટીમાં ક્રિકેટ મેચનું આયોજન કર્યા પછી હવે આ વિસ્તારમાં તકેદારી  વધારી દીધો છે. શિયાળા બાદ હવે પીગળવા લાગ્યો હોવાથી ચીન બદલાતા વાતાવરણનો લાભ લઈને ગલવાનમાં ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની આશંકાએ ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે.

 જૂન 2020માં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ સેનાની ગતિવિધિઓ વધી છે. એક દિવસ પહેલા, સેનાએ એક ફોટો  જાહેર કરી હતી, જેમાં ગલવાન વિસ્તારમાં ઊંચાઈવાળા વિસ્તારમાં કડકડતી ઠંડી વચ્ચે જવાનો ક્રિકેટ રમતા જોવા મળે છે. તાજેતરના મહિનાઓમાં, જવાનોએ પૂર્વ લદ્દાખમાં થીજી ગયેલા પેંગોંગ તળાવ પર હાફ મેરેથોનનું આયોજન પણ કર્યું હતું.

G-20 બેઠકમાં ભાગ લેવા આવેલા ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ સાથેની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરહદ પર સ્થિતિ સામાન્ય નથી. બંને મંત્રીઓની બેઠકના બે દિવસ બાદ સેનાએ પેટ્રોલિંગ સઘન કરી દીધું છે. જયશંકર પહેલા જ કહી ચુક્યા છે કે જ્યાં સુધી LAC પર સ્થિતીનો ઉકેલ નહી આવે ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.