Site icon Revoi.in

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં અચાનક વધારો, અભ્યાસમાં ખુલાસો

Social Share

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર દેશમાં લગભગ 26 ટકા કેન્સના દર્દીઓને માથા અને ગરદનમાં ટ્યૂમર જોવા મળી છે. કેન્સર ફ્રી ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ઙરવામાં આવેલા અભ્યાસમાં 1,869 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તમાકુનું સેવન અને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ચેપ આ વધારા માટે મુખ્ય કારણો માનવામાં આવે છે.

• જાણો વધવાનું કારણ
કેન્સર મુક્ત ભારત અભિયાનનું નેતૃત્વ કરી રહેલા ડૉ. આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસ વધી રહ્યા છે, ખાસ કરીને યુવાનોમાં, કારણ કે તમાકુનો ઉપયોગ અને માનવ પેપિલોમાવાયરસ (એચપીવી) ચેપ વધી રહ્યો છે. માથા અને ગરદનના કેન્સર પછી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કેન્સરની ઘટનાઓ 16 ટકા છે. ભારતમાં 15 ટકા કેન્સર સ્તન કેન્સર અને 9 ટકા બ્લડ કેન્સર છે.

• જાણો કેવી રીતે બચવું
લાઈફસ્ટાઈલમાં બદલાવ જરૂરી છે. તમાકુ છોડવા અને વહેલી તપાસ માટે જાગૃતતા વધારવાની જરૂર છે.” ભારતમાં લગભગ બે તૃતીયાંશ કેન્સરના કેસો મોડેથી શોધી કાઢવામાં આવે છે, સંભવતઃ યોગ્ય તપાસના અભાવે. કેન્સર મુક્ત ભારત અભિયાનનો હેતુ શિક્ષણ અને વહેલા નિદાન દ્વારા કેન્સરના જોખમને ઘટાડવાનો છે. વ્યક્તિઓ અને સમુદાયો પર કેન્સરની અસર ઘટાડવા માટે, ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે જો માથા અને ગરદનનું કેન્સર તેના પ્રારંભિક તબક્કા (સ્ટેજ 1 અથવા 2) માં જોવા મળે છે, તો 80 ટકાથી વધુ દર્દીઓ માટે સારવાર શક્ય છે.