1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં થયો એકાએક વધારો, અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ
ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં થયો એકાએક વધારો, અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ

ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં થયો એકાએક વધારો, અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન વાતાવરણમાં સમયાંતરે પલટો આવ્યો હતો. અને કેટલાક વિસ્તારોમાં તો ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. હવે છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સોમવારે 17 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યા બાદ આજે તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ તામપાન 41 ડિગ્રી વટાવી ગયું હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે કાલે 12મી એપ્રિલથી 19મી એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન ટાણે અટલે કે ફેબ્રુઆરીથી માર્ચ સુધી માવઠાના માર બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગરમી જોર પકડી રહી છે. સોમવારે રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. જ્યારે 41.0 ડિગ્રી સાથે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ ગરમી પડી હતી. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયો છે.  ગરમ સુકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. હવે 15મી એપ્રિલથી મે દરમિયાન કાળઝાળ ગરમી પડી શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સોમવારે જાહેર કરેલા અહેવાલ અનુસાર આ વર્ષે લૉન્ડ પીરિયડ એવરેજ (એલપીએ)ના 94 ટકા વરસાદ શક્ય છે. એટલે કે સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે. 90થી 96 ટકાને સામાન્ય અને 104થી 110 ટકાને સામાન્યથી વધુ વરસાદ માનવામાં આવે છે. આ વર્ષે 110 ટકાથી વધુ વરસાદની શક્યતા નહીવત છે. 90 ટકાથી ઓછા વરસાદની શક્યતા આ વખતે 20 ટકા છે. જ્યારે સામાન્યથી ઓછા વરસાદની શક્યતા 40 ટકા છે.

ગુજરાતમાં આજે લોકોએ અસહ્ય તાપમાનનો અહેસાસ કર્યો હતો. અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. હજુ આવતી કાલે બુધવારે પણ અમદાવાદના શહેરીજનોને 42 ડિગ્રી તાપમાન સહન કરવું પડશે. જોકે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરી છે. સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ સહન કરવો પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code