Site icon Revoi.in

સ્ત્રીઓનું વજન શા માટે અચાનક વધે છે, જો તમે પણ કરો છો આ ભૂલો તો ચેતી જજો, વધતુ વજન છે ચિંતાનું ભારણ

Social Share

આજકાલ આપણી લાઈફ સ્ટાઈલ બેઠાળું બની ગઈ છએ, મોટા ભાગના કલાકો આપણે ખુરશી પર બેસીને વર્ક કરીએ છે,જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણે વધે છે, રોજીંદા જીવનમાં સમય કાઢીને આપણે ચાલતા નથી, કસરત કરતા નથી પરિણામે ચરબી બર્ન થતી નથી અને વેઈટ ગેન થતો જાય છે, અને જો અચાનક વેઈટ ગેન થાય તો તે ચિંતાનો પણ વિશેય છે, ખાસ કરીને સ્ત્રીઓમાં વધતુ વજન ચિંતા સર્જે છે.

જો કોઈ મહિલાનું વજન ઉંમરની સાથે અચાનક અને ઝડપથી વધી રહ્યું હોય તો તે ઘણી બીમારીઓનો સંકેત હોઈ શકે છે. પીસીઓડી કે પીસીઓએસની સમસ્યામાં ઘણીવાર મહિલાઓનું વજન વધી જાય છે. થાઈરોઈડ, ડિપ્રેશન, ચિંતા કે આંતરડાની સમસ્યા હોય તો પણ ઝડપથી વજન વધવાનું જોખમ રહેલું છે.

વજન વધવાના કારણો

 મોટાભાગની મહિલાઓ નોકરી કરે છે. પરિવાર અને ઘરની જવાબદારી સાથે કામના કારણે ઘણી વખત ઊંઘ પૂરી નથી થતી. ઊંઘ ન આવવાથી વજન ઝડપથી વધવા લાગે છે. આનું કારણ એ છે કે ઊંઘનો અભાવ  છે સાથે જ સતત સતાવતી ચિંતા પણ છે.

મોટાભાગની મહિલાઓ ડેસ્ક જોબ કરી રહી છે. તેમને લાંબા સમય સુધી બેસીને કામ કરવું પડે છે. તે મોટાભાગે બેસીને ઘરના કામો કરે છે. લાંબો સમય બેસી રહેવાથી વજન પણ ઝડપથી વધે છે.

ડિહાઈડ્રેશન પણ વજન વધવાનું કારણ હોઈ શકે છે. જો તમે પાણી ઓછું પીઓ છો તો તેનાથી પેટનું ફૂલવું થઈ શકે છે. આનાથી તમે થાકી જશો અને તમને સતત કંઇક ને કંઇક ખાવાનું મન થાય છે. વધુ પડતું ખાવાથી વજન વધે છે અને પાણીની અછત સૂકી ત્વચા, શુષ્ક મોં અને શરીરમાં ચેપ તરફ દોરી જાય છે.