સુગર ઘરાવતા લોકોએ સવારે નમાસ્તામાં આ પ્રકારના દૂધનું કરવું જોઈએ સેવન, નહી વઘે તમારું સુગર
સામાન્ય રીતે ડાયાબિટીઝના દર્દીઓ એ ખાવા પીવામાં ઘણી બઘી કાળજી રાખવી પડતી હોય છે, જો તમે ડાયાબિટીઝના દર્દીઓ હોવ તો તમારે ખાસ કરીને દૂધને પ્લેન પીવા કરતા કેટલીક વસ્તુઓ સાથે મિક્સ કરીને પીવી જોઈએ, આહાર દ્વારા બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડાયટની સાથે સાથે સમયનું ધ્યાન રાખવું પણ વધુ જરૂરી છે.
ડાયાબિટીસના દર્દીની રોગપ્રતિકારક શક્તિ પણ ધીમે-ધીમે નબળી પડવા લાગે છે, જેના કારણે શરીરમાં બીજી ઘણી બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસના દર્દીના મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે આવે છે કે તેમણે દૂધ પીવું જોઈએ કે નહીં? જો તમે કોઈપણ સમયે દૂધ પીતા હોવ તો તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
બદામ વાળું દૂધ
બદામનું દૂધ ડાયાબિટીસમાં ફાયદાકારક છે. બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન ઈ, વિટામિન ડી, પ્રોટીન અને ફાઈબર સારી માત્રામાં મળી આવે છે. બદામના દૂધમાં પણ કેલરી ખૂબ ઓછી હોય છે. આ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
હળદર વાળું દૂધ
હળદરનું દૂધ ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. હળદરમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે, જે કુદરતી રીતે ડાયાબિટીસમાં ફાયદાકારક છે. હળદરવાળું દૂધ પીવાથી ઇન્સ્યુલિનનું સ્તર બરાબર રહે છે. એટલા માટે આ દૂધ ખૂબ જ ફાયદાકારક છે.
તજનું દૂધ-
ડાયાબિટીસના દર્દીઓ પણ તજનું દૂધ પી શકે છે. મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી તત્વો મળી આવે છે, જે શુગર લેવલને યોગ્ય રાખે છે.