Site icon Revoi.in

શેરડીનો રસ છે અનેક રીતે ફાયદાકારી, શરીરને હાઇડ્રેટ કરવાથી લઇને કિડની માટે ફાયદાકારક

Social Share

શેરડીનો રસ એ કુદરતી પીણું છે જે શરીરને હાઇડ્રેટ કરવા માટે પી શકાય છે. તેને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પીતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખશો તો વધુ ફાયદાકારક રહેશે

શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે. તેને પીવાના ઘણા ફાયદા છે. પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ 13 ગ્રામ જેટલું હોય છે. તેમાં 183 કેલરી અને 50 ગ્રામ ખાંડ હોય છે. જો તમે ઉનાળામાં પોતાને ઠંડુ રાખવા માટે કોઈ ડ્રિંક પીવા માંગતા હોવ તો શેરડીનો રસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના ઘણા ગુણો તેને શ્રેષ્ઠ પીણું બનાવે છે.

શેરડીના રસમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ પોટેશિયમ છે. તેથી શેરડીનો રસ પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે. શેરડીના રસનો ઉપયોગ સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે કરી શકાય છે. કસરત કર્યા પછી થાક દૂર કરવા શેરડીનો રસ પી શકાય છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે. જેના કારણે સ્નાયુઓમાં ઉર્જા પુનઃસ્થાપિત થાય છે.

એન્ટીઑકિસડેન્ટ્સથી ભરપૂર

શેરડીનો રસ પ્રક્રિયા વગરનો હોય છે અને તેમાં ફેનોલિક અને ફ્લેવોનોઈડ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે તે હેલ્ધી ડ્રિંક છે અને તેને પીવાથી કેન્સરથી પણ રક્ષણ મળે છે.

લિવર માટે સારું

શેરડીના રસમાં પોટેશિયમ હોય છે અને તે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ જાળવી રાખે છે. જે લીવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. કમળાના કિસ્સામાં શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

પાચનશક્તિને મજબૂત બનાવે છે

શેરડીના રસમાં થોડી માત્રામાં ફાઈબર હોય છે. શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની કમી નથી રહેતી અને કબજિયાતની સમસ્યા પરેશાન થતી નથી.

કિડની માટે પણ ફાયદાકારક

શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ હોતું નથી. જેના કારણે તે કિડની માટે પણ હેલ્ધી છે. આને પીવાથી કીડની મજબૂત બને છે. તે પેશાબ પસાર કરવામાં મદદ કરે છે.

શેરડીનો રસ પીવાના ફાયદા

શેરડીનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે.
શેરડીનો રસ વજન ઘટાડવા માટે પણ સારું પીણું છે.
મેટાબોલિઝમ વધારવા ઉપરાંત તે આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
ઉનાળામાં ચોક્કસથી પીવો શેરડીનો રસ,

ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ ન પીવો

ડાયાબિટીસના દર્દીઓ માટે શેરડીનો રસ પીવો સારો નથી. તેમાં રહેલી શુગરની માત્રા અચાનક બ્લડ શુગર લેવલ વધારી શકે છે. તેથી તેને પીવાનું ટાળવું વધુ સારું છે.

શેરડીનો રસ પીવાની સાચી રીત

શેરડીનો રસ હમેંશા તાજો હોય તે જ પીવો
શેરડીના રસમાં થોડો આદુનો રસ અને નારિયેળ પાણી મિક્સ કરીને પીવાથી તે ડિટોક્સ ડ્રિંકનું કામ કરે છે.