અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થઈ રહેલા ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટને બહાલી આપવામાં આવશે. આ સુચિત કાયદાથી તમામ સરકારી યુનિવર્સિટીઓના વહિવટી સરકારને વ્યાપક સત્તા મળશે. વિદ્યાર્થી સેનેટ પણ નાબુદ જશે. એટલે કોમન યુનિવર્સિટી એક્ટ સામે વ્યાપક વિરોધ ઊબો થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા કોમન યુનિ, એક્ટમાં સરકાર સમક્ષ કેટલાક સુધારા સુચવવામાં આવ્યા છે. જેમાં કુલપતિની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવે, રજિસ્ટ્રારની નિમણૂક કાયમી કરવામાં આવે તેમજ યુનિવર્સિટીની સંપતિમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં વગેરે સુચનો કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ગુજરાત યુનિવર્સિટી એક્ટમાં કેટલાક સધારા કરવાની સરકારને ભલામણ કરવામાં આવી છે. જેમાં સરકારી યુનિવર્સિટી, કોલેજમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી અધિકારીઓની બદલીના નિયમને અયોગ્ય ગણાવી તે રદ કરવા સૂચન કર્યું છે. આ ઉપરાંત જે-જે સરકારી યુનિવર્સિટીની સંપત્તિ અને મિલકત પર સંપૂર્ણ હક ભોગવટો જે તે યુનિવર્સિટીના સત્તાધીશો પાસે જ રહેવો જોઈએ તેવી માંગ કરી છે. બિલમાં હાલ મિલકત કે સંપત્તિને સરકાર હસ્તગત લેવાની વાત કરવામાં આવી છે. જેમાં સુધારો કરવા માંગ કરી છે, એટલું જ નહીં પરંતુ નવા કાયદામાં કુલપતિના કાર્યકાળના ત્રણ વર્ષથી વધારીને 5 વર્ષ કરવાની જોગવાઈ છે, જે વધારે ગણાવી ત્રણ વર્ષ પૂરતો જ રાખવા સૂચન કર્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રજીસ્ટ્રાર કે જે છે જેથી યુનિવર્સિટીમાં વહીવટી કામ માટે મહત્વની જવાબદારી હોય છે. તેનો કાર્યકાળ પણ 5 વર્ષથી લંબાવીને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે માત્ર શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિને જ સમાવેશ કરવા માટે માંગ કરાઈ છે.
આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોમન યુનિવર્સિટી એકટમાં કેટલાક મુદ્દામાં ફેરફાર કરવો જરૂરી છે. યુનિવર્સિટીના કુલપતિને નિમણૂક 5ની જગ્યાએ ત્રણ વર્ષની હોવી જોઈએ તો કામ થશે. રજિસ્ટ્રારની નિમણૂક 5 વર્ષની જગ્યાએ કાયમી હોવી જોઈએ. 9 અલગ અલગ સમિતિઓ છે. જેમાંથી સમિતિમાં સભ્યોની નિમણુંક કેવી રીતે કરવી તે અંગે જોગવાઈ નથી. સિન્ડીકેટ સભ્યોમાં શિક્ષણ સાથે જોડાયેલા લોકો હોવા જોઈએ.