નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની સામે આવી છે. આતંકવાદી ઘટનામાં બલૂચિસ્તાન કોન્સ્ટેબલરીના ઓછામાં ઓછા નવ જવાનો માર્યા ગયા હતા, જ્યારે હુમલામાં અન્ય 15 ઘાયલ થયા હતા, તેમ એસએસપી કાચી મેહમૂદ નોતઝાઈએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બોલાનના કેમ્બરી પુલ વિસ્તાર પાસે થયો હતો. સુરક્ષા દળના જવાનોને લઈ જઈ રહેલી ટ્રક પાસે વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટ્રક પલટી ગઈ હતી. આ ઘટના બાદ તરત જ ઘાયલોને ડિવિઝનલ હેડક્વાર્ટર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, બલૂચિસ્તાન કોન્સ્ટેબલરીના જવાનો સિબીમાં એક કાર્નિવલમાં ફરજ બજાવીને ક્વેટા પરત ફરી રહ્યા હતા. એસએસપી મેહમૂદ નોતઝાઈએ કહ્યું કે દેખીતી રીતે તે આત્મઘાતી હુમલો હતો, જો કે વિસ્ફોટનું ચોક્કસ સ્વરૂપ તપાસ બાદ જાણી શકાશે.