Site icon Revoi.in

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનઃ 4814 તળાવો કરાયાં ઉંડા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે છેલ્લા ચાર વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી તળાવો, ચેકડેમો સહિતના પાણીનો સંગ્રહ કરતાં સ્ત્રોતોને ઉંડા કરીને તેમાં વધુ ક્ષમતામાં પાણી સંગ્રહવામાં આવી રહ્યું છે. દરમિયાન એક વર્ષમાં રાજ્યના 4814 તળાવોને ઉંડા કરીને તેની જળક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુજલામ-સુફલામ જલ સંચય અભિયાન હેઠળ એક વર્ષમાં 4114 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું છે આ ઉપરાંત 6917 કિલોમીટર લંબાઈમાં નહેરોની અને કાંસની સફાઈ કરવામાં આવી છે.  ચાલુ વર્ષે એપ્રિલ, મે અને જૂન માસ દરમિયાન કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હોવા છતાં આ અભિયાનની રફ્તારને બ્રેક લાગવા દેવામાં આવી નહોતી અને કામ અવિરત યથાવત રાખીને જળસંગ્રહની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો હતો.

આ અભિયાનમાં છેલ્લા ચાર વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ માટેના 56698 કામ પૂર્ણ થયા છે જેથી જળસંગ્રહ ક્ષમતા 61781 ઘનફૂટ વધી જવા પામી છે. આવી જ રીતે 21402 તળાવોને યોજના અંતર્ગત ઉંડા કરવામાં આવ્યા છે. એક જ વર્ષમાં 15210 કામો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે અને તેમાં 26.46 લાખ માનવદિવસની રોજગારી શ્રમિકોને મળવા પામી છે. ચાર વર્ષમાં સુજલાફ સુફલામ યોજના અંતર્ગત 56698 કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે તો 50353 કિલોમીટર લંબાઈમાં નહેરોની અને કાંસની સફાઈ કરવામાં આવી છે.