સુખવિન્દ્રર સિંહ સુખ્કૂ બનશે હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી – 15માં સીએમ તરીકે આજે શપથ ગ્રહણ કરશે
- હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદગી
- સુખવિન્દ્રર સિંહ સુખ્કૂ 15મા મુખ્યમંત્રી
- અગ્નિહોત્રી બન્યા ઉપ મુખ્યમંત્રી
શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની શઆનદાર જીત બાદ હવે પ્રદેશને મુખ્યમંત્રી મળી ચૂક્યા છે આ વખતે કોઈ મોટા નેતાને બદલે એક સામાન્ય માણસને સીએમની પાઘડી પહેરાવાઈ છે. કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુક્ખૂના નામ પર મહોર લગાવી દીધી છે.
હિમાચલ પ્રદેશના રાજકારણમાં આવેલા સુખુ લગભગ છ વર્ષ સુધી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 58 વર્ષીય સુખુ રાજ્યમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ હતા અને હમીરપુર જિલ્લાની નાદૌન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હિમાચલ પ્રદેશમાં પ્રતિભા વીરભદ્ર સિંહ શિબિરની સમાંતર સુખુનો નવો જૂથ ઉભો થયો છે.
હાઈકમાન્ડ દ્વારા સુખુના નામને મંજૂરી મળ્યા બાદ શનિવારે સાંજે શિમલામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં સુખુને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપરાંત પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર હુડ્ડા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ સીએમ પદ માટે પોતાના નામની જાહેરાત કર્યા બાદ સુખવિંદર સુખુ ભાવુક થઈ ગયા હતા. સુખુએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મુખ્યમંત્રીની જવાબદારી મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે તેમને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ બનાવ્યા હતા. હવે તેમને સીએમ પણ બનાવ્યા છે. તે આ માટે હિમાચલના લોકોનો પણ આભાર માને છે.