Site icon Revoi.in

યુવતીઓ માટે ઉનાળામાં આરામદાયક બોટમવેર પ્લાઝો- જાણો પ્લાઝોનું આ ફેશનસેન્સ

Social Share

 

મહિલાઓ પોતાના પોષાકને લઈને હંમેશા સજાગ રહે છે, અવનવા બોટમવેર સાથે કુર્તીનું સિલેક્શન મહિલાઓની પહેલી પસંદ હોય છે, ત્યારે હાલ ગરમીની ઋતુમાં મહિલાઓ ખાસ કરીને ઢીલા કપડા પરેહવાનું વધુ પસંદ કરે છે,જેથી મહિલાઓ હાલ ટિ શર્ટ કે ટોપ પર પ્લાઝો પરેહવાનું ચલણ વધુ ધરાવે છે, સામાન્ય રીતે પ્લાઝો એટલે પહોળા પાઈજાની મોટી સવલારને પ્લાઝો તરીકે ઓળખાય છે.

આશરે 80 થી 90ના દાયકામાં પંજાબી સ્ત્રીઓ અને દાદીમાં લોકો સલવાર પહેરતા હતા તેને આજે પ્લાઝો નામ આપીને તેનું નવુ વર્ઝન બહાર પાડવામાં આવ્યું છે, મૂળ તો પ્લાઝો એટલે પહોળા પાઈજા વાળી પેન્ટ જ હોય છે, આજ કાલ મહિલાઓ મોટા પ્રમાણમાં પ્લાઝો પહેરે છે.

પ્લાઝોમાં પણ ઘણા પ્રકાર હોય છે, ખાસ કરીને જ્યારે લગ્ન પ્રસંગમાં પ્લાઝો પહેરવામાં આવતો હોય છે તે ખૂબજ ગેર વાળો હોય છે જેથી તેનો નીચેથી લૂક ચણીયા જેવો હોય છે, ખરેખરમાં તે બે પાયજામાં વાળી પહોળા પાઈજાની સલવાર જ હોય છે જેને ગેર આપીને ચણીયાનો શેપ આપવામાં આવે છએ, જે લગ્ન પ્રસંગ અને ફેસ્ટિવલમાં મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે

એક બીજો પ્રકાર છે પ્લાઝો પેન્ટ, સામાન્ય રીતે આ પેન્ટ મહિલાઓ રેગ્યુલરમાં પહેરે છે, ઘરમાં, ઓફીસમાં આ પ્લાઝો પેન્ટ પર મહિલાઓ ટુંકી ટીશર્ટ પહેરે છે,જેનાથી કમ્ફર્ટેબલ ફિલ થાય છે અને ગરમીનું પ્રમાણ શરીરમાં ઓછુ લાગે છે. પ્લાઝો પેન્ટ અને ટી શર્ટ અનુકુળ પોષાકમાં સમાવેશ પામે છે

સામાન્ય રીતે કોટનના કપડાની લાંબી કુર્તી મહિલાઓને આકર્ષક લૂક તો આપુે જ છે પરંતુ તે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહે છે,ખાસ કરીને ગરમીની સિઝનમાં કોટનની લાંબી કુર્તી સાથે પ્લાઝો પહેરવામાં ખૂબ જ અનુકુળ રહે છે,

પ્લોઝોનો બીજો પ્રકાર ટૂંકો હોય છે, જે પગની ઘુટી સુધીનો હોય છે, જે કોટનની લાંબી કુર્તી પર ખાસ મહિલાઓ પહેરે છે, જે પગથી ઊંચો હોવાના કારણે પહેરવામાં ખૂબ અનુકુળ રહે છે.આમ પ્લાઝો લોંગ અને શોર્ટ બે પ્રકારમાં જોવા મળે છે, આ સાથે જ ગેર વાળો અને સીધો પેન્ટ જેવો બે જુદા જુદા પ્રકારનો પ્લાઝો હોય છે,