શિયાળાની ઋતુમાં પણ ભારતની આ જગ્યાઓ પર માણી શકાય છે ઉનાળાની મજા
- ભારતની ઘણી જગ્યાઓ છે ગરમ
- શિયાળામાં પણ ગરમીનો માણી શકાય છે આનંદ
- આ જગ્યાની લઇ શકો છો મુલાકાત
હિમવર્ષાવાળા વિસ્તારોમાં ફરવાની એક અલગ જ મજા હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં ઘણીવાર આ સ્થળોની મુલાકાત લેવાની મનાઈ હોય છે. એવામાં ફરવા માટે ગરમ જગ્યાએ જવાનું બેસ્ટ રહે છે.ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શિયાળામાં પણ ગરમીનો આનંદ માણી શકાય છે.
ગોવા: ભારતનું રાજ્ય જે એક મહાન પ્રવાસન સ્થળ માનવામાં આવે છે. અહીં કોઈપણ ઋતુમાં આનંદ માણી શકાય છે.
મુંબઈઃ સમુદ્રને અડીને આવેલા હોવાને કારણે મુંબઈમાં એટલી ઠંડી નથી પડતી જેટલી ઉત્તર ભારત પડે છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો છે, સાથે જ અહીંનું સ્ટ્રીટ ફૂડ પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે,ઓછા બજેટમાં પણ શહેરની ટ્રીપ પણ કમ્પ્લીટ કરી શકાય છે.
કુર્ગઃ તેને દક્ષિણ ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. શિયાળામાં આ જગ્યા અન્ય જગ્યાઓ કરતાં થોડી ગરમ હોય છે અને અહીંની પ્રાકૃતિક સુંદરતા લોકોને આકર્ષે છે.
કચ્છઃ ગુજરાતનું આ સ્થળ અહીં આવતા પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. શિયાળાની ઋતુમાં અહીં ફરવાની એક અલગ જ મજા છે. જો તમે શિયાળાની ઋતુમાં કચ્છ જવાના હોવ તો આ સમય દરમિયાન તમે રણ મહોત્સવનો ભાગ બની શકો છો.
જેસલમેરઃ આ સ્થળની ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિ તેને અન્ય સ્થળોથી તદ્દન અલગ બનાવે છે. કહેવાય છે કે,કડકડતી ઠંડી હોવા છતાં અહીં ઠંડી બહુ ઓછી છે. અહીં તમે ઉંટ પર સવારી કરી શકો છો.