- સતત વધી રહી છે ગરમી
- પારો 47-48ને પાર કરવાની શક્યતા
- ગરમીથી બચવાના આ છે ઉપાયો
અમદાવાદ: દેશમાં હાલ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તો બીજી બાજુ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીની ઋતુમાં મોટા ભાગના લોકોને લૂ લાગવાની સંભાવના રહેતી હોય છે,તો ગરમીથી બચવા માટે લોકોએ આ પ્રકારે પગલા લેવા જોઈએ. જેથી લોકો લૂ ની સાથે સાથે ગરમીથી થતી અન્ય બીમારીથી પણ બચી શકે છે.
ગરમીથી બચવુ હોય તો જ્યારે બહાર ગરમ હવાનું જોર વધારે હોય ત્યારે બહાર નીકળવાનું ટાળવુ જોઈએ. બૂટ કે ચંપલ વગર બહાર નીકળવુ જોઈએ નહી અને ગરમીમાં સિંથેટિક,નાયલોન કે પોલિસ્ટરના કપડા પહેરવા જોઈએ નહી.
ગરમીમાં શરીરમાં પાણીની માત્રા ઘટી જવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે તો.. તમામ વ્યક્તિએ લાંબો સમય સુધી તરસ્યા કે ભૂખ્યા રહેવુ જોઈએ નહી,અને સતત થોડા થોડા સમયે પાણી પીતા રહેવું જોઈએ.
ગરમીમાં ફૂંકાતા ગરમ પવન આંખોને પણ નુક્સાન કરી શકે છે તો, જ્યારે પણ બહાર નીકળો ત્યારે આંખમાં પવન ન લાગે તે માટે ચશ્મા જરૂર પહેરવા જોઈએ. ડૂંગળીને ખાવાથી પણ શરીરમાં લૂ લાગવાની સંભાવના ઓછી થઈ જાય તો,ડૂંગળીને આહારમાં જરૂરથી લેવી જોઈએ.
દેવાંશી