Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં ઉનાળો આકરો રહેવાની સંભાવનાઃ જળાશયોમાં 55 ટકા પાણીનો જથ્થો

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછો હોવાનું જાણવા મળે છે. મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં લાઈવ પાણીનો જથ્થો 30થી 40 ટકા જેટલો લાઈવ જથ્થો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ચોસામામાં સારા વરસાદા કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. તેમજ અનેક જળાશયો છલકાયાં હતા. જો કે, ઉનાળાના આરંભ સાથે જ સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં હવે ધીરે-ધીરે પાણી ખતમ થઈ રહ્યું છે. દ્વારકામાં 29 ટકા, પોરબંદરમાં હાલ 35 ટકા પાણીનો લાઈવ જથ્થો ઉપલબ્ધ છ. આવી જ રીતે સુરેન્દ્રનગરમાં 41.88 ટકા, જામનગરમાં 45 ટકા જથ્થો અને રાજકોટ જિલ્લામાં 52.17 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં પાણીનો જથ્થો ઓછો હોવાનું અનુમાન છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ મહેર કરતા મોટા ભાગનાં ડેમોમાં 95 ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઠલવાઈ ગયો હતો. સૌરાષ્ટ્રનાં 140 મોટા ડેમોમાં હાલ માત્ર 1402 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ કુલ સંગ્રહ શકિતનાં માત્ર 55 ટકા જ પાણીનો જથ્થો હાલ છે જે ગત વર્ષ કરતા ઓછો છે. ઉનાળાના આકરા દિવસો પહેલા જ સૌરાષ્ટ્રમાં પાણીનો જથ્થો ઝડપથી ખતમ થઈ રહ્યો હોવાથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પીવાની પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જો સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ઉભી થશે તો જળાશયોમાં સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠલવામાં આવશે.