ગુજરાત યુનિવર્સિટીમાં 9મીમેથી 26મી જુન સુધી ઉનાળું વેકેશન, અધ્યાપકોની માગનો સ્વીકાર કરાયો
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા.1લીમેથી 15મી જુન સુધીનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પણ યુનિવર્સિટીના અધ્યાપકો-કર્મચારીઓ અને યુનિ.સંલગ્ન કોલેજોના અધ્યાપકોને લોકસભાની ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હોવાથી 7મી મે સુધી વેકેશનનો લાભ શકે નહીં. આથી અધ્યાપક મંડળ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કરવાની માગ કરી હતી. અધ્યાપક મંડળની માગણીનો સ્વીકાર કરીને ગુજરાત યુનિવર્સિટીએ આગામી તા. 9મીમેથી 26મી જુન સુધી ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. વેકેશનની તારીખમાં ફેરફાર કરાતા હવે અધ્યાપકો પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન ઘડી શકશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ 1 મેથી 15 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ચુંટણીના કારણે અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર કરી 9 મેથી વેકેશન શરૂ કરવા માગ કરવામાં આવી હતી. જેને માન્ય રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેકેશનની નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે મુજબ 9 મે થી 26 જૂન સુધી વેકેશન રહેશે.
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના કહેવા મુજબ અગાઉ વેકેશનની તારીખ 1 મે થી 15 જૂન સુધી જાહેર કરવામાં આવી હતી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓ જોડાયેલા હોવાથી વેકેશનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી ભવનના અધ્યક્ષ, અનુસ્નાતક વિભાગના વડા, સંલગ્ન કોલેજોના અધ્યાપકો સહિત માટે ઉનાળુ વેકેશન 9 મે થી 23 જૂન સુધી રહેશે. અધ્યાપક મંડળ દ્વારા આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જેથી કુલપતિ દ્વારા ફેર વિચારણા બાદ નિર્ણય બદલવામાં આવ્યો છે.