સૂર્ય-ગુરુ મળીને મચાવશે ધમાલ, જાણો કઈ રાશિઓનું ખૂબ વધશે બેન્ક-બેલેન્સ
ગુરુ-સૂર્ય ગોચર : સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરતા જ સૂર્ય અને ગુરુની યુતિ બનશે. મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવાથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકવાની શક્યતા છે. ગુરુ અને સૂર્ય પરસ્પર મિત્ર ગ્રહ ગણાય છે. આ સમયે ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે, જ્યાં જલ્દી સૂર્યનો પ્રવેશ થવાનો છે. સૂર્યના મેષમાં પ્રવેશ સાથે જ સૂર્ય અને ગુરુની યુતિ બનશે. આ યુતિ તમામ રાશિઓને અસર કરશે. માનવામાં આવે છે કે 12 વર્ષ બાદ સૂર્ય અને ગુરુ એક સાથે મેષ રાશિમાં વિરાજમાન થઈ રહ્યા છે. 13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનવી યુતિ બનવાથી કઈ રાશિઓ થશે માલામાલ-
મેષ રાશિ-
મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવી આ રાશિના જાતકો માટે બેહદ લાભદાયક રહેશે. સૂર્ય અને ગુરુ શુભ પ્રભાવથી કરિયરમાં પ્રગતિ કરાવશે. લવ લાઈફ રોમાન્ટિક રહેશે. તમારા અને તમારા પાર્ટનર વચ્ચેના બોન્ડ સ્ટ્રોંગ થશે. ફાયનાન્સિયલ કન્ડીશન પણ સારી રહેવાની છે.
સિંહ રાશિ-
સિંહ રાશિવાળા માટે મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિનું નિર્માણ શુભ સાબિત થવાની શક્યતા છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. દરેક કમામમાં તમારો પરચમ લહેરાશે. ભાગ્યનો પણ સાથ મળશે. ઘણું સકારાત્મક અનુભવશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેવાનો છે.
મિથુન રાશિ-
ગુરુ અને સૂર્યની યુતિ મિથુન રાશિવાળા માટે ફાયદાકારક રહેવાની છે. તમને ઘણાં સ્ત્રોતમાંથી આવક થશે. પરિવારનો પણ સંપૂર્ણ ટેકો મળવાનો છે. કરિયરમાં પોતાની સ્કિલ્સ સાથે તમે જીત પ્રાપ્ત કરશો. લાઈફ પાર્ટનર સાથેના સંબંધ સારા થશે.
ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો કરી રહ્યા નથી કે તે સંપૂર્ણપણે સાચી અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.