દિલ્હીઃ જાણીતા પર્યાવરણવાદી અને ચિપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે. કોરોના સંક્રમિત 94 વર્ષિય બહુગુણા છેલ્લા 9 મહિનાથી ઋષિકેશ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સ્થાનમાં સારવાર લઈ રહ્યાં હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 8 મેના રોજ કોરોના સંક્રમિત થયાં હતા. જેથી તેમને એઈમ્સના દાખલ કરવામાં આવ્યાં હતા. તેમના ફેફસામાં કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું. જે પછી તેમને એનઆરબીએમ માસ્કના માધ્યમથી આઠ લીટર ઓક્સિન સપોર્ટ ઉપર રાખવામાં આવ્યાં હતા.
ટિહરીમાં 9 જાન્યુઆરી 1927ના રોજ જન્મેલા સુંદરલાલજીએ નાનપણમાં રમવાની ઉંમરમાં જ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. 13 વર્ષની ઉંમરે રાજનીતિમાં આવેલા સુંદરલાલને તેમના મિત્ર શ્રીદેવ સુમને પ્રેરિત કર્યાં હતા. સુમન ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો ઉપર ચાલનારા પાક્કા અનુયાયી હતા. સુંદરલાલજીએ તેમની પાસેથી અહિંસાના માર્ગે સમસ્યાઓનું સમાધાન કરતા હતા. 18 વર્ષની ઉંમરે તેઓ અભ્યાસ માટે લાહોર ગયા હતા. ભારતની આઝાદી બાદ 1957માં તેમણે વિમલા દેવી સાથે વિવાહ કર્યાં હતા. ત્યાર બાદ તેમને રાજનૈતિક જીવનથી સન્યાસ લઈ લીધો હતો. સુંદરલાલજીએ પોતાના ગામમાં રહીને પહાડ ઉપર એક આશ્રમ શરૂ કર્યો હતો. તેમણે ટિહરી અને આસપાસના વિસ્તારમાં દારૂના મુદ્દે મોરચો ખોલ્યો હતો. વર્ષ 1960ના દશકમાં તેમણે પોતાના વન અને વૃક્ષોની સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રીય કર્યું હતું. વર્ષ 1970માં પર્યાવરણ સુરક્ષાને લઈને શરૂ થયેલું આંદોલન સમગ્ર દેશમાં ફેલાયું હતું. ચિપકો આંદોલન પણ તેનો જ હિસ્સો હતું. ગઢવાલ હિમાચલમાં વૃક્ષો કાપવાના વિરોધમાં શાંતિપૂર્ણ આંદોલન આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન 26મી માર્ચ 1974માં ચમોલી જિલ્લામાં ગ્રામીણ મહિલાઓ તે સમયે ઝાડને ચોડીને ઉભી રહી ગઈ હતી. આ આંદોલન સમગ્ર દેશમાં ફેલાયું હતું.
વર્ષ 1980માં બહુગુણાએ હિમાલયથી પાંચ હજાર કિમીની યાત્રા કરી હતી. તેમણે યાત્રા દરમિયાન અનેક ગામનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે પર્યાવરણ સુરક્ષાનો લોકોની વચ્ચે સંદેશ ફેલાવ્યો હતો. વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે મુલાકાત કરીને તેમણે 15 વર્ષ સુધી વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ ફરમાવવા આગ્રહ કર્યો હતો. જે બાદ વૃક્ષો કાપવા ઉપર 15 વર્ષ માટે રોક લાગી હતી.