Site icon Revoi.in

મેદસ્વિતા કંટ્રોલ કરવાથી લઈને હોર્મોનલ અસંતુલન જાળવવામાં ફાયદાકારક છે સૂર્યમુખીના બીજ

Social Share

સામાન્ય રીતે અનેક ફ્લાવર ઘણી રીતે આપણા સ્વાસ્થ્યને ઉપયગી સાબિત થાય છે તો સુર્યમૂખી એવું ફૂલ છે કે તેના ફૂલની સાથે સાથે બીજ  પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે. આજે મોટાભાગના લોકો સ્થૂળતા અને હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓથી પરેશાન છે. તેનું મુખ્ય કારણ વર્કઆઉટનો અભાવ અને નબળી જીવનશૈલી છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન છો તો સૂર્યમુખીના બીજ તમારી મદદ કરી શકે છે. 

 ફેટી એસિડ્સ, વિટામિન્સ અને મિનરલ્સના ગુણો સૂર્યમુખીના બીજમાં જોવા મળે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ કારણોસર આ બીજને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી ન માત્ર તમને ઘણા પોષક તત્વો મળે છે, પરંતુ તમે અનેક પ્રકારની બીમારીઓથી પણ દૂર રહે છે. 

જાણો આ બીજના જૂદા જૂદા ફાયદાઓ

હાડકાંને મજબૂત બનાવો – સૂર્યમુખીના બીજ પણ મજબૂત હાડકાં જાળવવામાં મદદ કરે છે. સૂર્યમુખીમાં મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે જે હાડકા માટે ફાયદાકારક છે.

કબજિયાતમાં રાહત – સૂર્યમુખીના બીજમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

બ્લડ સુગર નિયંત્રિત કરે છે – એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૂર્યમુખીના બીજમાં ક્લોરોજેનિક એસિડ હોય છે, જે બ્લડ સુગર ઘટાડે છે. સંશોધન મુજબ, દરરોજ લગભગ 30 ગ્રામ સૂર્યમુખીના બીજ ખાવાથી 6 અઠવાડિયાની અંદર બ્લડ સુગરનું સ્તર 10 ટકા ઓછું થઈ શકે છે.

મેદસ્વિતા ઘટાડવામાં ફાયદાકારક છે – સૂર્યમુખીના બીજ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. જે હૃદયની તંદુરસ્તી સારી રાખે છે. આ સિવાય આ બીજ વધારાની ચરબી સામે સક્રિય રીતે લડતી વખતે સારી ચયાપચય જાળવવામાં પણ મદદ કરે છે.