નવી દિલ્હીઃ નાસાએ જાહેરાત કરી છે કે, ફેબ્રુઆરી 2025માં સ્પેસ સ્ટેશનથી સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લવાશે. આ માટે નાસા સ્પેસ એક્સના ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલની મદદ લેશે. સુનીતા અને બૂચ વિલ્મોર ક્રૂ-9 સાથે પૃથ્વી પર પાછા ફરશે. સુનિતાને પૃથ્વી પર લાવવા માટે બોઇંગના સ્ટાર લાઇનરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા 80 દિવસથી અંતરીક્ષમાં ફસાયેલા છે. 58 વર્ષના સુનિતા વિલિયમ્સ બુશ વિલમોરની સાથે NASA દ્વારા એક મિશન હેઠળ સ્પેસમાં ગયા હતા. આ મિશન અનુસાર તેમણે આઠ દિવસ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોકાવવાનું હતું. જોકે સ્પેસ ક્રાફ્ટમાં ખરાબીના કારણે બંનેની પૃથ્વી પર વાપસી થઈ શકી નથી. જોકે હવે NASA દ્વારા ફેબ્રુઆરીમાં તેઓ પરત આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
#NASA#SpaceX#CrewDragon#SuniataWilliams#SpaceMission#InternationalSpaceStation#SpaceTravel#AstronautNews#SpaceExploration#BoeingStarliner#IndianAmericanAstronaut#SpaceJourney#NASAUpdate#SpaceReturn#SpaceScience