1. Home
  2. ગુજરાતી
  3. સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ પહેલા જ છવાઈ , ટિકિટનું એડવાન્સ બુકિંગ શાનદાર
સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ પહેલા જ છવાઈ , ટિકિટનું એડવાન્સ બુકિંગ શાનદાર

સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ પહેલા જ છવાઈ , ટિકિટનું એડવાન્સ બુકિંગ શાનદાર

0
Social Share

મુંબઈઃ-  સનિ દેઓલ અને અમિષા પટેલ સ્ટાર ફિલ્મ ગદર 2 ઘણા સમયથી ચર્ચામાં છે આ ફિલ્મનું હવે એડવાન્સ બુકિંગ શાનદાર થઈ રહ્યું રિલીઝ પહેલા જ આ ફિલ્મે લાખોની કમાણી કરી લીધી છે.

. 22 વર્ષ બાદ ફરી એકવાર સની દેઓલ અને અમીષા પટેલની જોડી પડદા પર જોવા મળવાની છે. ગદર 2 આ મહિનાની 11 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. જેમાં સની દેઓલની ગદર 2એ ધમાલ મચાવી છે. હવે તાજા સમાચાર સની દેઓલની ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને આવ્યા છે, જેમાં ફિલ્મની ટિકિટોનું જોરદાર વેચાણ થયું છે.

આ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા પણ વધી છે.આ ફિલ્મને UA સર્ટિફિકેટ મળ્યું છે, એટલે કે કોઈપણ તેને જોઈ શકે છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ શાનદાર ઓપનિંગ કરવાની તૈયારીમાં જોવા મળે છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના રિપોર્ટ પ્રમાણે ગદર 2 એ સોમવાર સુધીમાં 83,300 ટિકિટ વેચી છે. આ ટિકિટો ત્રણ રાષ્ટ્રીય ચેન PVR, INOX, Cinepolis દ્વારા વેચવામાં આવે છે. PVRએ સૌથી વધુ 36 હજાર ટિકિટ વેચી છે. જ્યારે INOXએ 28,000 ટિકિટો અને સિનેપોલિસે 19,300 ટિકિટ વેચી છે. ટ્રેડ વિશ્લેષકો માને છે કે સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ દ્વારા ઘણી કમાણી કરી શકે છે.
‘ગદર 2’ની જાહેરાત થઈ ત્યારથી, લોકો ફરી એકવાર તારા સિંહ અને સકીના (અમિષાની અમર પ્રેમ કથાનો આગામી ભાગ જોવા માટે ઉત્સહિત થઈ ગયા છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ એ જ દિશામાં ઈશારો કરી રહ્યું છે કે ફિલ્મ શાનદાર કમાણી કરી શકે છે અને વધુથી વધુ દર્શકો મળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code