મુંબઈઃ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં સૌથી વધુ ફાઈનલ મેચ રમનારી પાંચમી ટીમ બની ગઈ છે. હૈદરાબાદે IPL 2024 ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ (RR) ને 36 રનથી હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. હૈદરાબાદ સ્થિત ફ્રેન્ચાઇઝી ત્રીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પણ ત્રણ વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રેકોર્ડ 10 વખત IPL 2024ની ફાઈનલ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) છ ફાઇનલમાં દેખાવ કર્યા બાદ બીજા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) T20 ટૂર્નામેન્ટની ચાર ફાઈનલ રમીને ત્રીજા સ્થાને છે.
ગઈતાલે રમાયેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચની વાત કરીએ તો આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેન હતો, જેણે 34 બોલમાં 4 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠી (37) અને ટ્રેવિસ હેડ (32)એ પણ પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ માટે, બોલ્ટ અને અવેશે તેમની 4 ઓવરના સ્પેલમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યાં તેઓએ અનુક્રમે 45 અને 27 રન આપ્યા. સંદીપે પોતાની ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 139 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન માટે ધ્રુવ જુવેલે શાનદાર અડધી સદી સાથે 56 રન બનાવ્યા, તેના સિવાય યશસ્વી જયસ્વાલે 42 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી શાહબાઝ અહેમદે 3, અભિષેક શર્માએ 2 અને પેટ કમિન્સ અને ટી નટરાજને 1-1 વિકેટ લીધી હતી.