આત્મનિર્ભર ભારતઃ મધ્યપ્રદેશમાં ગણતરીના કલાકોમાં જ ઉભો કરાયો સુપર સ્પેશિયાલિટી ઓક્સિજન પ્લાન્ટ
ભોપાલઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે. તેમજ વિદેશથી પણ ઓક્સિજન મંગાવવામાં આવ્યો છે. તેમજ ભારતમાં ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિતોને ઝડપી ઓક્સિજન મળી જાય તે માટે રિવાના એન્જિનિયરો અને અધિકારીઓએ ભારે જહેમત બાદ ગણતરીના કલાકોમાં જ સુપર સ્પેશીયાલીટી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાર્યકર ઓક્સિજન પ્લાન્ટસમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. એટલું જ નહીં નવા ઓક્સિજન પ્લાન્ટ પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે. મધ્યપ્રદેશના રીવાના એન્જિનિયરો અને અધિકારીઓએ માત્ર 50 કલાકમાં જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી દીધો છે. અહીંથી હાલ રોજના 100 સિલિન્ડર ભરીને હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યો છે. રીવા શહેરમાં પ્રતિ દિવસ એક હજારથી વધારે બોટલ રીફિલિંગનો ટાર્ગેટ છે.
રીવા જિલ્લામાં 50 કિલો લીટર પ્રવાહી ઑક્સીજનનો ભંડાર છે. અન્ય રાજ્યોમાંથી મેડિકલ oxygen મેળવવાની સાથે સાથે પ્લાન્ટ લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તેમજ oxygen કોન્સેનટેટર લગાવીને ઑક્સીજનનો પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.