- ફિલ્મ ટાઈગર -3ની શૂટિંગ થોડા સમયમાં શર
- સલમાન ખાન સહીતના સ્ટારે કરી પૂજા
મુંબઈ – બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર દર્શકોએ ખૂબ વખાણી હતી ત્યાર બાદ ટાઈગર-2 પણ દર્શકોને એટલી જ પસંદ પડી હતી, આ બન્ને ફિલ્મોએ સિનેમાઘરોમાં તહેલકો મચાવ્યો હતો, સુપર ડૂપર હીટ ફિલ્મ બાદ સલમાનના ચાહકોને ટાઈગર 3ની આશા હતી જે હવે પૂર્ણ થવા જઈ રહી છે, દર્શકો માટે સલમાન ખાન ચાઈગર 3 લઈને આવશે.
અભિનેતા સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટાર ફિલ્મ ‘ટાઇગર 3’નું શૂટિંગ 8 માર્ચથી મુંબઇમાં શરૂ થવા જઈ રહ્યું છે. ‘ટાઇગર 3’ ફઇલ્મના શૂટિંગ પર જતા પહેલા વાયઆરએફની પ્રથા મુજબ ફિલ્મના દેરક સ્ટારે પરંપરાગત પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર મનીષ શર્મા પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવવા જઈ રહેલા ઇમરાન હાશ્મીની આ પૂજામાં હાજરી જોવા મળી હતી.
સલમાન ખાન ગુરુવારે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પઠાણ’ ના શૂટિંગ માટે યશ રાજ ફિલ્મ્સના સ્ટુડિયો પર જોવા મળ્યો હતો. આ દિવસોમાં વાયઆરએફ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી જાસૂસી ફ્રેન્ચાઇઝ બનાવવાનો પ્રયત્નમાં છે,સલમાન અને શાહરૂખ આ પહેલા પણ એકબીજાની ફિલ્મોમાં નજરે પડ્યા છે, પરંતુ આ વખતે એક અલગ જ લેવલની બાબત છે. સલમાન, ફિલ્મ ‘પઠાણ’ ના શૂટિંગમાં ભાગ લેવા સાથે તેની ફિલ્મ ‘ટાઇગર 3’ ના મુહૂર્તમાં પણ જોડાયો હતો.
જો કે કહેવામાં આવી રહ્યું છે કે,ફિલ્મ ‘ટાઇગર 3’ ના મુહૂર્તની જાણ કેટરીનાને લાસ્ટ ટાઈમમાં ખબર પડી હતી. ફિલ્મની ટીમે ‘ટાઇગર 3’ ના મુહૂર્ત માટેની તમામ તૈયારીઓ પોતાના પુરતી રાખી હતી અને આ પ્રસંગે ફિલ્મના નિર્દેશક મનીષ શર્મા અને ઇમરાન હાશ્મી સહિત યશ રાજ ફિલ્મ્સના કેટલાક લોકોએ આ પૂજામાં ભાગ લીધો હતો.
વાયઆરએફ પોતાના 50 માં વર્ષ પુરા થતા દરમિયાન હિન્દી સિનેમાની કેટલીક મોટી ફિલ્મો શરૂ કરવા જઈ રહ્યા છે. ‘ટાઇગર 3 પણ ખૂબ મોટા લેવલે બનાવવામાં આવી રહી છે,આ સાથે જ ફિલ્મ પઠાણ પણ મોટા પ્રમાણે બનાવાઈ રહી છે, કંપનીએ દાવો કર્યો છે કે જ્યારે આ ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થશે ત્યારે તે દર્શકો માટે અદભૂત, જોવાલાયક અને મનોરંજક ટ્રીટ સાબિત થશે.
સાહિન-