- સલમાનની ફિલ્મ હાલ સિનેમાઘરોમાં નહી થાય રિલીઝ
- સલમાન ખાને લોકોને કોરોનાથઈ બચવાની અપીલ કરી
મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ રાધે પર જાણો કોરોના સંકટના વાદળો છવાયા છે, મોસ્ટ અવોઈટેડ ફિલ્મ રાઘે કોરોનાના કારણે કલેક્શન કરવામાં નિષ્ફળ પણ રહી શકે છે, સલમાન માટે આ સ્થિતિ કપરી સાબિત થઈ રહી છે ત્યારે ફિલ્મને લઈને સલમાન ખાને એક મોટૂ નિવેદન જારી કર્યું છે, સલમાન ખાનને એક બાજુ દુખ પણ છે કે તેની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું બોક્સ ફિસ કલેક્શન શૂન્ય થઈ શકે છે.
ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાને લઈને સલમાન ખાને કહ્યું કે તેમની ફિલ્મ કેટલાક પસંદગીના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે પરંતુ તે ઈચ્છતા નથી કે લોકો ફિલ્મ જોવા જાય અને કોરોનાને ઘરે લાવે. ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ ઓટીટી અને ડિશ ટીવી પર પર રીલિઝ થવા જઈ રહી છે.
આ વર્ષની સૌથી મોટી હાઈબ્રીડ રિલીઝ ગણાતી ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ગુરુવારે રિલીઝ થવા જઈ રહી છે. તેની રિલીઝનું સંચાલન જી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. આ જ સ્ટુડિયોએ ગયા વર્ષે તેની ફિલ્મ ‘ખાલી પીલી’ બાઈબ્રીડ રજૂ કરી હતી. .
ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ છેલ્લા બે વર્ષમાં પહેલી રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મ છે. સલમાન ખાનની આ રીલીઝ લાઇન પહેલા ત્રણ ફિલ્મ ‘રેસ 3’, ‘ભારત’ અને ‘દબંગ 3’ માં તેના ચાહકોને સલમાન એક જ સ્ટાઇલ જેવા નજરે આવ્યો હતો.
ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મના ડિરેક્ટરપ્રભુ દેવા છે જેમણે સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’નું નિર્દેશન પણ કર્યું હતું. તે સલમાનની આ પહેલાની ફિલ્મ દબંગ 3 ના ડિરેક્ટર પણ રહ્યા છે. પોતાની નવી ફિલ્મ વિશે ઓન લાઇન સંવાદ કરતા સલમાન ખાને કહ્યું કે ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ એવા સમયે રિલીઝ થઈ રહી છે જ્યારે મોટાભાગના લોકો ઘરે રહેવાનું ઇચ્છે છે અને આ વાત તેમના માટે પણ સાચી છે. તેમણે કહ્યું કે, જો સમય સારો રહેશે તો આ ફિલ્મ નવેશરથી થિયેટરોમાં પણ રજૂ થઈ શકે છે.
સલમાન ખાને કહ્યું કે તેમને થિયેટરોમાં ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ ન જોઈને ઘણા લોકોની નિરાશા વિશે ખબર પડી. તેમણે કહ્યું કે, લોકોએ થિયેટરો બુક કરાવી છે અને મારી ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. પરંતુ, હું તેનો પ્રમોશન કરવા માંગતો નથી. હું નથી ઇચ્છતો કે લોકો મારી ફિલ્મ પર કોરોના હોવાનો દોષ દો. વધુ કહો, સલમાન ખાનની તસવીર જોવા ગયા અને કોરોના ફેલાઈ ગઈ. અને કહે કે સમલાનની ફિલ્મ જોવા ગયો અને કોરોના ફએલાી ગયો