સુપર સ્ટાર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ સોમી અલીએ બ્રેકઅપના વર્ષો બાદ તોડી ચુપ્પી – કહ્યું, ‘સલમાને મને દગો આપ્યો હતો’
- સલમાનની એક્સ ગર્લફ્રેંડએ તોડી ચૂપ્પી
- બ્રેકઅપના 20 વર્ષ બાદ કહ્યું, સલમાને મને દગો આપ્યો હતો
- સોમી અલી 16 વર્ષની વયથી સલમાનના પ્રેમમાં પડી હતી
મુંબઈ – બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ભુતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલી ફરી એકવાર ચર્ચામાં છવાઈ છે. 90 ના દાયકામાં સલમાન ખાન અને અભિનેત્રી સોમી અલીના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, ત્યાર બાદ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો.ત્યારે હવે આટલા વ્રશઓ વિતી ગયા બાદ સોમીએ બ્રેકઅપને લઈને ખુલાસો કર્યો છે કે સલમાને તેની સાથે ગદો કર્યો હતો અને તેનું દીલ તૂટ્યું હતું ત્યાર બાદ તેણે ફિલ્મી દુનિયા છોડી હતી
16 વર્ષની ઉંમરે સોમી અલીએ સલમાન ખાનની ફિલ્મ મૈન પ્યાર કિયા જોય ત્યારથી મનોમન તેણે સલમાનને પોતાના પતિ બનાવવાનું સ્વપ્ન જોઈ લીધુ હતું, તેણે પોતાનું પિકેિંગ કરીને તેની માતાને જણાવ્યું હતું કે તે, સલમાન સાથે લગ્ન કરવા ભારત જવા ઈચ્છે છે. ભારત આવ્યા બાદ તે કેટલાક મોડેલિંગ પ્રોજેક્ટ્સ અને ફિલ્મ્સ બાદ સલમાન ખાનને મળી.
સોમીએ જણાવ્યું હતું કે મારે તેની સાથે બ્રેકઅપ કર્યાને 20 વર્ષ થયા છે. તેણે મારી સાથે બ્રેકઅપ કર્યું અને હું ફરી મારા જીવન કરફ વળઈ ગઈ, બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. સલમાન સાથેના સંબંધોનો અંત કર્યા પછી, સોમી ફરી પોતાના આગળના અભ્યાસ માટે અમેરિકા પહોંચી ગઈ.
સોમીએ વધુમાં કહ્યું કે, ‘ઘણાં વર્ષોથી મારે સલમાન ખાન સાથે કોઈ વાતચીત થઈ નથી. ઘણી વાર લોકો તમારા જીવનમાં આવે છે અને તમે તેમની પાસેથી ઘણું શીખો છે કે શું કરવું અને શું ન કરવું. એક સમય એવો આવે છે કે જીવનમાં આગળ વધવું જોઈએ. સોમીનું કહેવું છે કે બ્રેકઅપ બાદ તેને બોલિવૂડમાં રહેવાનું કોઈ કારણ દેખાતું નહતું. એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી એશ્વર્યા રાય સલમાન ખાનની જીંદગીમાં આવી હતી અને તેથી જ સોમીએ એક્ટર સલમાન સાથે બ્રેકઅપ લીધું હતું.
સાહિન-