- કોરોનામાં જોવા મળી ગંભીર બેદરકારી
- કોરોનાને ભગાવવા મહિલાના ટોળાએ કરી વિધિ
- આવામાં કોરોના વધવાની શક્યતા
અમદાવાદ: અંધશ્રધ્ધા માણસનો સૌથી મોટો ન દેખાતો શત્રુ છે. આ વાતને સાબિત કરી છે સાણંદના નિધરાડ ગામની મહિલાઓએ. વાત એવી છે કે સરકાર દ્વારા કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે લોકોને ભેગા થવા કે ટોળા ન કરવાની સલાહ આપી રહી છે. કોરોનાવાયરસનું સંક્રમણ હાલ ચરમસીમા પર છે અને દેશમાં 37 લાખ જેટલા કેસ એક્ટિવ છે, ત્યારે આ મહિલાઓએ કોરોનાવાયરસને ભગાવવા માટે એકત્ર થઈને વિધિ કરવા માટે બહાર નીકળી.
ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી છે. એક તરફ ગામડાઓમાં કોરોના ફેલાયેલો છે, ત્યાં બીજી તરફ આવી રીતે લોકો અંધશ્રદ્ધામાં રહીને ટોળા ભેગા કરે છે.
જાણકારો, સરકાર અને ડૉક્ટર કહી કહીને થાકી ગયા કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને સતર્કતા એક જ કોરોનાવાયરસથી બચવાનો રસ્તો છે. આવા બેદરકારી ભર્યા પગલાના કારણે મોટી સંખ્યામાં લોકો જોખમમાં આવી શકે છે અને કોરોનાવાયરસના કેસનો આંકડો ફરી વધી શકે છે.
જો કે ઉલ્લેખનીય છે કે જ્યારે વિધિ માટે મહિલાઓ નીકળી હતી ત્યારે કોઈ પણ મહિલાઓએ માસ્ક પણ પહેર્યા નહોતા. આ વિધિમાં ગામના બાળકો અન પુરુષો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ
આ ઘટના બન્યા બાદ સાંતેજ પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યું હતું. ઘટના બાદ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. કુલ 10 થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.