1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટનો NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર 
સુપ્રીમ કોર્ટનો NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર 

સુપ્રીમ કોર્ટનો NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર 

0
Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET-UG 2024 કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને પણ નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા રદ કરવાની અને બાકીની પેન્ડિંગ પિટિશન સાથે ફરીથી પરીક્ષાની માંગ કરતી નવી અરજીઓ ઉમેરી છે. NEET વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ તમામ અરજીઓ પર કોર્ટ 8મી જુલાઈએ સુનાવણી કરશે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હોય. અગાઉની સુનાવણી દરમિયાન, જ્યારે NEET પરીક્ષા ફરીથી યોજવાની અને નવેસરથી કાઉન્સેલિંગની માંગ કરવામાં આવી હતી, તે સમયે પણ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાસ થયેલા વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ પર ધ્યાન આપે. મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે 6 જુલાઈથી કાઉન્સેલિંગ શરૂ થવા જઈ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ નીટની પરીક્ષા મામલે થયેલી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. જેમાં NEET પરીક્ષાની તપાસ, તેને રદ કરવા અને ફરીથી પરીક્ષાની માંગ કરવામાં આવી હતી. આ અરજીઓ સાંભળ્યા બાદ કોર્ટે ફરી કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. ગુરુવારે, સુપ્રીમ કોર્ટે NEET UG પરીક્ષા સંબંધિત તમામ અરજીઓને વિવિધ હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં સ્થાનાંતરિત કરવા માટે NTA પિટિશન અંગે પહેલેથી જ નોટિસ જારી કરી છે.

બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ વિક્રમ નાથે અલગ-અલગ હાઈકોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવી હતી, પરંતુ કહ્યું હતું કે કાઉન્સેલિંગ પ્રક્રિયા ચાલુ રહેશે. આ સિવાય મેઘાલયના એક કેન્દ્રમાં NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને NTAને નોટિસ ફટકારી છે. આ વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા દરમિયાન તેમનો 45 મિનિટનો સમય વેડફાયો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ગ્રેસ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને 23 જૂને ફરીથી યોજાનારી પરીક્ષામાં બેસવાની પણ તક આપવામાં આવી છે. જો કે, કોર્ટ આ અરજીઓ પર પણ 8 જુલાઈએ સુનાવણી કરશે. NTA પહેલાથી જ કોર્ટને કહી ચુક્યું છે કે જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા તેમને રદ કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code