સુપ્રીમ કોર્ટઃ ગુજરાતમાં 2002ના કોમી તોફાનો મુદ્દે પોલીસની સામે કરાયાં આક્ષેપ
અમદાવાદઃ વર્ષ 2002માં થયેલા કોમી તોફાનોમાં ગુજરાત પોલીસ, રાજકીય આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની સંડોવણીનો આક્ષેપ સાથે જકિયા ઝાફરીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. વર્ષ 2002ના કોમી તોફાનો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી.
ગુજરાતમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે દિવંગત સાંસદ અહેસાન ઝાફરીની પત્ની જકિયા ઝાફરીએ એસાઈટીએ તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય લોકોને આપવામાં આવેલી ક્લીનચિટ વિરોધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગેની સુનાવણીમાં જકિયા ઝાફરી તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, હિંસામાં મૃત્યુ પામેલા કારસેવકોના મૃતદેહ વિવિધ વિસ્તારોમાં ફેરવીને તોફાનોની ભૂમિકા ત્યારે બનાવવામાં આવી હતી. જકીયા જાફરી સાથે એક સ્વૈચ્છીક સંસ્થાએ પણ કોર્ટમાં અરજી કરી છે. જકીયા ઝાફરી તરફથી વકીલ કપિલ સિબ્બલએ કોર્ટમાં કહ્યું કે, સળગેલા મૃતદેહોના ફોટા લેવામાં આવ્યાં હતા. આ ફોટ મારફતે ધૃણા ફેલવવામાં આવી હતી. તે વખતે તપાસનીશ એજન્સીએ કોઈના પણ ફોન જપ્ત કરાયાં ન હતા. આ કેસની સુનાવણી જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટીસ સિટી રવિકુમારની બેંક સમક્ષ ચાલી રહી છે.
કપિલ સિબ્બલે કોર્ટમાં સંકેત આપ્યો કે, તોફાનો પાછલ સરકાના મોટા લોકો અને પોલીસનો હાથ હતો. તેમણે રજૂઆત કરી હતી કે, આ પુરુ ષંડયત્ર વીએચપી અને આચાર્ય ગિરીરાજ કિશોરએ રસી હતી. જ્યાં કાર સેવકોના મૃતદેહ જે હોસ્પિટલ રાખવામાં આવ્યાં હતા ત્યા તેમને પોલીસ સુરક્ષા સાથે ગયા હતા.