- સુપ્રમી કોર્ટ એ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને આપી મંજુરી
- નવા સંસદ ભવન નિર્માણની અડચણો થઈ દુર
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે નવા સંસદ સંકુલના નિર્માણને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. સુપ્રિમ કોર્ટે મંગળવારના રોજ આ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટની ત્રણ સભ્યોની ખંડપીઠે બહુમતીનો ચુકાદો આપતા જણાવ્યું હતુ કે, “અમે માનીએ છીએ કે કોર્ટ દ્વારા આપવામાં આવેલી મંજૂરીમાં કોઈ અવરોધ નથી, જમીનના ઉપયોગમાં ફેરફાર કરવામાં કોઈ અસમાનતા નથી.” સર્વોચ્ચ અદાલતે પર્યાવરણીય સંરક્ષણની કાળજીને ખાસ ધ્યાનમાં લેવા અને વાતાવરણીય પ્રદૂષણને રોકવા માટે કેટલીક શરતો સાથે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા જેને મંજુરી આપવામાં આવી છે તેના આ પ્રોજેક્ટની જાહેરાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી, જેમાં નવી ત્રિકોણાકાર સંસદની બિલ્ડિંગ બનાવવામાં આવવાની ઘઓષણા કરવામાં આવી છે. આ સંસદમાં 900 થી 1200 સાંસદોની બેઠક ક્ષમતા હશે.ઓગસ્ટ 2022 સુધીમાં તેના નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જ્યારે દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવશે. આ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024 સુધીમાં વહેંચાયેલ સેન્ટ્રલ સચિવાલયનું નિર્માણ થવાનું અનુમાન પણ છે. પ્રોજેક્ટ લ્યુટિઅન્સ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર સુધી ફેલાયેલો છે.
કોર્ટ એચુકાદો આપતી વખતે કહ્યું કે, ડીડીએ એક્ટ હેઠળ સત્તાનો પ્રયોગ ન્યાયી અને માન્ય છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણ મંજૂરીની ભલામણો વાજબી અને સાચી ગણાય છે અને અમે તેને જાળવી પણ છે. કોર્ટે કહ્યું કે નિર્માણ કાર્ય શરૂ કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી જરૂરી છે. કોર્ટે પ્રોજેક્ટ સમર્થકોને સમિતિની મંજૂરી મેળવવા નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવી સંસદનો પાયો નાખ્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે જ્યાં સુધી કોર્ટ તેના પર નિર્ણય નહીં આપે ત્યાં સુધી કોઈ બાંધકામ કામ કરવામાં આવશે નહીં
સાહિન-