- સુપ્રીમ કોર્ટ ચારઝામ સડક યોજનાને મંજૂરી આપી
- સેના ચીન સરહદ સુધી સરળતાથી પહોંચી શકશે
દિલ્હીઃ- આજરોજ મંગળવારે સુપ્રીમ કોર્ટે ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભૂતપૂર્વ જસ્ટિસ એકે સિકરીની આગેવાની હેઠળ એક મોનિટરિંગ કમિટીની પણ રચના કરી હતી, જે સમયાંતરે સુપ્રીમ કોર્ટને પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતગાર કરતી રહેશે
આ યોજના હેઠળ 12 હજાર કરોડના ખર્ચે વ્યૂહાત્મક 900 કિમી-લાંબા ચારધામ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડના ચાર પવિત્ર શહેરો – યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે આ મોનિટરિંગ કમિટીને સંરક્ષણ મંત્રાલય, માર્ગ પરિવહન મંત્રાલય, ઉત્તરાખંડ સરકાર અને તમામ જિલ્લા ન્યાયાધીશો દ્વારા સમર્થન આપવામાં આવશે.આ સાથે જ ચીન સાથે વધેલા તણાવને જોતા આ રોડ યોજના દ્વારા ભારતીય સેના ચીનની સરહદ સુધી પહોંચી શકવું સરળ બનશે
આ પહેલા 11 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચારધામ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારવા મામલે સુનાવણી બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કેન્દ્ર અને અરજદાર બંનેની દલીલોને વિગતવાર ધ્યાનથી સાંભળી હતી અને બંને પક્ષોને લેખિતમાં સૂચનો આપવા કહેવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી સપ્ટેમ્બર 2020ના આદેશમાં સુધારો કરવાની માંગણી કરી હતી, જેમાં ચારધામના રસ્તાઓની પહોળાઈ 5.5 મીટર સુધી મર્યાદિત રાખવા જણાવ્યું હતું. કેન્દ્રએ આ બાબતે દલીલ કરી હતી કે આ ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા તરફ જતા રસ્તાઓ છે અને તેમના વ્યૂહાત્મક મહત્વને જોતા, તેમને 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપવી જોઈએ.છેવટે હવે કોર્ટે આ સરકારકની દલીલને માનીને મંજૂરી આપી દીધી છે જે સેનાને સરહદ સુધી સરળતાથી પહોંચાડી શકશે