નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે જ સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ ખાલી કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી કે, તેમની ઓફિસ રાઉજ રેવન્યુ કોર્ટની સંપાદીત જમીન ઉપર બનાવાયું છે. આ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને ઓફિસ ખાલી કરવા માટે નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે ઓફિસ ખાલી કરવા માટે નિર્દેશ કર્યો છે. તેમજ નિર્દેશ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીની ઓફિસ માટે સરકારને આવેદન આપી શકે છે.
આ મામલે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજ રજુ કરશે. આ મામલે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને ભ્રમિત કરી રહી છે. આ ભૂમિ દિલ્હી સરકારે આમ આદમી પાર્ટીને ફાળવી છે અહીં કોઈ દબાણ કરવામાં આવ્યું નથી.