Site icon Revoi.in

સંભલ જામા મસ્જિદ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશમાં સંભલ જામા મસ્જિદના સર્વેને લઈને હિંસાના મામલામાં ટ્રાયલ કોર્ટને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. જામા મસ્જિદ કમિટીએ સિવિલ જજના સર્વે ઓર્ડરને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના નિર્ણય બાદ નીચલી કોર્ટે કોઈ કાર્યવાહી કરવી જોઈએ.

કોર્ટે યોગી આદિત્યનાથ સરકારને આ વિસ્તારમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહે તેની કાળજી લેવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એડવોકેટ કમિશનરના રિપોર્ટને સીલબંધ પરબીડિયામાં રાખવા અને તેને ન ખોલવા પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સંભલમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.