Site icon Revoi.in

પુલવામા એટેકની કોર્ટના નિરીક્ષણમાં તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી કરી નામંજૂર

Social Share

અરજીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા અને ઉરીમાં થયેલા હુમલામાં કથિત પ્રશાસનિક નિષ્ફળતાની ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર કોઈપણ પ્રકારનો હુમલો કરનારાઓ પર કડક કાયદાકીય પગલા ઉઠાવવાની માગણી કરવામાં આવી હતી. આ અરજી એડવોકેટ વિનીત ઢાંડાએ આપી હતી.

સુપ્રીમ કોર્ટે પુલવામા અને ઉરી હુમલાની તપાસનું નિરીક્ષણ કરવા અને પથ્થરબાજો વિરુદ્ધ કડક પગલા ઉઠાવવાની જાહેરહિતની અરજીને ફગાવી દીધી છે. આ મામલાની તપાસ કોર્ટના મોનિટરિંગમાં કરવાની માગણી કરવામાં આવી હતી.

આ અરજીમાં તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને 2016માં ઉરીમાં થયેલા હુમલામાં કથિત પ્રશાસનિક નિષ્ફળતાની ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી. આના સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર કોઈપણ પ્રકારના હુમલાને અંજામ નાપરના પર કડક કાયદાકીય પગલા ઉઠાવવાની માગણી પણ કરવામાં આવી હતી. આ અરજી એડવોકેટ વિનીત ઢાંડાએ આપી હતી.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે જો કોઈ ભારતીય નાગરિકે પાકિસ્તાન ખાતેના આતંકવાદીઓની મદદ કરી છે, તો તેની વિરુદ્ધ કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવે. તેની સાથે જ તેમણે કોર્ટને અપીલ કરી હતી કે એન્ટિ-નેશનલ ગતિવિધિઓમાં સક્રિયપણે સામેલ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સના નેતાઓની વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાઓની પણ જાણકારી લેવામાં આવે.

આના સિવાય અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે હુર્રિયતના નેતાઓની સુરક્ષા પાછી લેવામાં આવે અને તેમના બેન્ક ખાતાઓના સંચાલનને પણ રોકવામાં આવે.

મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. આ હુમલો એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

અરજીમાં કારગીલ યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1999ના કારગીલ યુદ્ધ બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો માટે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. 1999 બાદથી અત્યાર સુધીમાં દેશભરમાં 4000 જવાનોના જીવ ગયા છે. તેની સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આતંકવાદ અને રાજનીતિ સમર્થિત આતંકવાદ પોતાના ચરમસીમા પર છે અને યુવાનોને ગેરમાર્ગે દોરીને પોતાના જ સુરક્ષાદળો પર હુમલા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના ધર્મગુરુ અને રાજનેતા રાજ્યને અસ્થિર કરવા અને યુવાનોને ભ્રમિત કરવાના કામમાં લાગેલા છે. આ યુવાનોને સ્વતંત્ર જમ્મુ-કાશ્મીરના નકલી સપના દેખાડાઈ રહ્યા છે. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ જેવા રાજકીય સંગઠન પાકિસ્તાન સમર્થિત સંગઠનો સાથે સક્રિયપણે મિલિભગત કરીને રાજ્યને અસ્થિર કરવામાં ઘણી જ નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે. તેની સાથે જ કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ ગતિવિધિઓને મૂકદર્શક બનીને જોઈ રહી છે અને રાજ્યમાં આતંકવાદને પ્રોત્સાહિત કરનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહી નથી.