Site icon Revoi.in

રાજકારણમાં ગુનાખોરી મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી રાજકીય પાર્ટીઓને ફટકાર્યો દંડ

Social Share

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો છે. પોતાના ઉમેદવારો સામે નોંધાયેલા ગુના સાર્વજનીક નહીં કરવા મામલે સર્વોચ્ચ અદાલતે આ કાર્યવાહી કરી છે. રાજનીતિમાં ગુનાખોરીને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટેને પોતાના આદેશમાં કેટલીક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતે અનેકવાર કાનૂન બદલવા વાળાઓને આગ્રહ કર્યો છે કે, ઉંઘમાંથી જાગો અને રાજનીતિમાં ગુનાખોરીને અટકાવવા પગલે લેવા જોઈએ. તેઓ લાંબી નીંદ્રા સૂઈ ગયેલા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ તમામ અપીલ બહેરા કાન સુધી પહોંચી શકતી નથી. રાજકીય પાર્ટીઓ પોતાની નીંદ્રામાંથી જાગવા તૈયાર નથી. કોર્ટના હાથ બંધાયેલા છે. આ વિધાયીકા કામ છે. અમે માત્ર અપીલ કરી શકીએ છીએ. આશા છે કે, આ લોકો નીંદ્રામાંથી જાગે અને રાજનીતિમાં ગુનાખોરીને રોકવા માટે મોટી સર્જરી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે ભાજપને એક લાખ, કોંગ્રેસને એક લાખ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીને એક લાખ, બસપાને એક લાખ, જેડીયુને એક લાખ, આરજેડીને એક લાખ, આરએસએલપીને એક લાખ, લોજપાને એક લાખ, સીપીએમને પાંચ લાખ અને રાંકપાને પાંચ લાખનો દંડ કર્યો હતો.