Site icon Revoi.in

73 વર્ષમાં પ્રથમ વખત આજે સુપ્રિમ કોર્ટના સ્થાપના દિવસની ઉજવણી – સિંગાપોરના ચીફ જસ્ટિસ બન્યા મુખ્ય મહેમાન, સીજેઆઈ ચંદ્રચૂડે કર્યું સ્વાગત

Social Share

દિલ્હીઃ- આજે 4 ફેબ્રુઆરીના રોજ 73 વર્ષની અંદર પ્રથમ વખત સુપ્રિમકોર્ટના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે.CJI જીવાય ચંદ્રચુડે  વિતેલા દિવસને શુક્રવારે  આ ઉજવણીનો ભઆગ બનવા આવેલા સિંગાપોર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુંદરેશ મેનનનું સ્વાગત કર્યું હતું.

 જાણકારી પ્રમાણે જસ્ટિસ મેનને CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચની કાર્યવાહીનું અવલોકન કર્યું. આ પ્રસંગે બોલતા CJIએ કહ્યું કે સિંગાપોરના મુખ્ય ન્યાયાધીશ સુંદરેશ મેનનને આમંત્રણ આપવું સન્માનની વાત છે. જસ્ટિસ મેનન શનિવારે સ્થાપના દિવસ માટે પ્રથમ વાર્ષિક વ્યાખ્યાન આપ્યું હતુ

આ સ્થાપના દિવસની ઉજવણીની શરુઆત આજ વર્ષથી કરવામાં આવી રહી છે.આ વખતે સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 73 વર્ષ બાદ એક નવી પરંપરા શરૂ થઈ રહી છે. આ વખતે સુપ્રીમ કોર્ટ પોતાનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે. સિંગાપોરના મુખ્ય ન્યાયાધીશ મેનન આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ દરમિયાન તેઓ તેમનું પ્રવચન પણ આપશે.

સુપ્રીમ કોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સ્થાપના દિવસની પરંપરા શરૂ કરી છે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટનો પોતાનો એવો કોઈ દિવસ નહોતો. દેશની સર્વોચ્ચ અદાલત 26 નવેમ્બરે બંધારણ દિવસનું આયોજન કરે છે. જણાવી દઈએ કે 26 જાન્યુઆરી, 1950ના રોજ સુપ્રીમ કોર્ટની ઘોષણા કરવામાં આવી હતી અને બંધારણ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. તેના માત્ર બે દિવસ પછી, 28 જાન્યુઆરી, 1950 ના રોજ, દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે ભારતની સર્વોચ્ચ અદાલત અસ્તિત્વમાં આવી. ભારતમાં સુપ્રીમ કોર્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ 1744માં થઈ હતી