સુપ્રીન કોર્ટ ભાગેડૂ વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા ફટકારી – 2 હજાર રુપિયાનો દંડ કરાયો
- વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા
- 2 હજાર રુપિયાનો દંડ પણ ફટકારાયો
દિલ્હીઃ- સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અવમાનના ના કેસમાં ચાર મહિનાની સજા ફટકારી છે. આ સહીત બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો કોર્ટે તેને બે મહિનાની વધારાની જેલની સજા પણ ફટકારવાનો આદેશ આપ્યો છે.
આ સાથે જ વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર પણ 4 અઠવાડિયામાં ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે, જો તે તેમાં નિષ્ફળ રહે છે તો માલ્યાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બનેલી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો, ઉલ્લેખનીય છે કે. આ પહેલા 10 માર્ચે કોર્ટે માલ્યાની સજા પર ચુકાદો અનામત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 9 મે 2017ના રોજ સુપ્રીમ કોર્ટે માલ્યાને કોર્ટની અવમાનના માટે દોષિત ઠેરવ્યા હતા કારણ કે તેણે સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી ન હતી. કોર્ટે 10 જુલાઈ 2017ના રોજ સુપ્રીમ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
આ સાથે જ એપ્રિલ 2017ના રોજ, સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા અને ડિએગો ડીલમાંથી માલ્યાને મળેલા 40 મિલિયન યુએસ ડોલર સામે કોર્ટની અવમાનના પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.ત્યારે હવે કોર્ટે માલ્યાને 4 મહિનાની કેદની સજા સંભળાવી છઠે સાથે 2 હજાર રુપિયાનો દંડ પણ કરાયો છે.