Site icon Revoi.in

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના મામલે આજે સુપ્રિમ કોર્ટની સુનાવણી

Social Share

પટનાઃ થોડા જદિવસ અગાઉ બિહારની પટના હાઈકોર્ટે જાતિ આઘારિક વસ્તી ગણતરીને મંજૂરી આપી હતી નિતીશ સરકારની જીત થી હતી જો કે આ મામલો હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે આજરોજ જાતિ આઘારિત વસ્તીગણતરી મામલે સુપ્રિમક કોર્ટમાં સુનાવણી કરાશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માન્યતાને યથાવત રાખવાના પટના હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. 1લી ઓગસ્ટના રોજ હાઇકોર્ટે જાતિની ગણતરીને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલ કારણ યાદી પ્રમાણે, હાઈકોર્ટના ચુકાદાને પડકારતી એનજીઓ ‘એક સોચ એક પ્રયાસ’ની અરજી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચ સમક્ષ 7 ઓગસ્ટે સુનાવણી માટે સૂચિબદ્ધ છે એટલે કે આજે આ મા લો સુપ્રિમ કોર્ટમાં ખુલશે.

બીજી તરફ બિહારના બક્સર જિલ્લામાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી પોતાનો નિર્ણય આપ્યો નથી, હવે તેને રોકી દીધો છે. ઉલ્લેખનીય છે કે એનજીઓની અરજી સિવાય હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી દાખલ કરવામાં આવી છે. નાલંદાના રહેવાસી અખિલેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આ કવાયત માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે જેથી આમ ન થવું જોઈએ.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણીય જોગવાઈઓ મુજબ વસ્તી ગણતરી કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારને છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હાલના કેસમાં બિહાર સરકારે સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન પ્રકાશિત કરીને કેન્દ્ર સરકારની સત્તાનું ઉલ્લંઘન કર્યું છે.જેથી આ મામલો હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યો છે.ત્યારે હવે આજે જોવું રહ્યું કે પટના હાઈકોર્ટનો જાતિ આઘારિત વસ્તીગણતરીની માન્યતા આપતો નિર્ણય યથાવત રહેશે કે સુપ્રિમ કોર્ટમાં તેને ફટકો લાગશે.