- INS વિરાટ તોડવા બાબતે એસસીએ ઓપ્યા સંકેત
- કહ્યું , હવે વિરાટ જહાજ ખાનગી સંપત્તિ ગણાય છે
દિલ્હી – આઈએનએસ વિરાટને તોડવાના મામલે સુપ્રીમ કોર્ટ દ્રારા સંકેત આપવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટએ આ મામવલે કહ્યું કે ,ઐતિહાસિક યુદ્ધ જહાજ તોડવા બાબાતે લગાવેલ પ્રતિબંધ હટાવી શકે છે. જોકે, એસસીએ મુંબઈની અરજદાર કંપનીને સુપરવિઝન રિપોર્ટ પર જીણવટ પૂર્વક તપાસ કરવા જણાવ્યું છે.
હવે આ કેસના મામલે સુપ્રીમ કોર્ટ એક અઠવાડિયા પછી સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે, હવે આ જહાજ એક ખાનગી સંપત્તિ છે અને તે 40 ટકા તોડી નાખવામાં આવ્યું છે, તેથી તેને યુદ્ધ જહાજનો દરજ્જો આપી શકાય નહીં. વિરાટને ખરીદનારી કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે વિરાટને પહેલાથી જ 40 ટકા તોડવામાં આવ્યું છે.
જો કે આ પહેલા 10 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે નૌસેનામાંથી હટાવવામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને તોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે ખરીદનારને પણ નોટિસ ફટકારી હતી. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને, એવું કહેવામાં આવ્યું છે કે એક જૂથ તેને ભવિષ્ય માટે સાચવવા માંગે છે અને ખરીદનારને 100 કરોડની ઓફર કરવામાં આવી છે. ખરીદનારતેને તોડવા માંગે છે અરજદારે કહ્યું હતું કે તેને સંગ્રહાલયમાં સાચવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે,કે વિમાનવાહક વિમાન વિરાટને વર્ષ 1987 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું, વર્ષ 2017 માં તેને નેવીમાંથી હટાવી દેવાયું બાદમાં તેને આ વર્ષે હરાજીમાં જૂથ દ્વારા 38.54 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું . ભારતીય સમુદાયોના વારસાના પ્રતીક યુદ્ધ જહાજને શિપ બ્રેકિંગ યાર્ડ, ગુજરાતના અલંગમાં પહોંચાડવામાં આવ્યું હતું.
સાહિન-