સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષિય મોહન એમ શાંતનાગોદરનું મોડી રાતે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન
- સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ મોહન એમ શાંતનાગોદરનું અવસાન
- મોડી રાતે ગુરુગ્રામની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા
- ફેફસામાં સંક્રમણના કારણે હોસ્પિટલમાં ભરતી હતા
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે કોરોનાએ અત્યાર સુધી કેટલાય લોકોના જીવ લીધા છે ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 62 વર્ષિય મોહન એમ શાંતાનાગોદરનું શનિવારે મોડી રાત્રે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ જસ્ટિસ શાંતનાગોદરને ફેફસાના સંક્રમણના કારણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.કોર્ટના એક અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, શનિવારની મોડી રાત સુધી તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું હતું. જો કે, મોડીરાત્રે અંદાજે 12:30 વાગ્યે આસપાસ તેમની સારવાર કરાતા તબીબોએ પરિવારને આ દુઃખદ સમાચાર આપ્યા હતા.
જો કે સુત્રો પાસેથી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો કે નહી તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તેમને ફેફસામાં સંક્રમણ હોવાની માહિતી મળવા પામી છે.જેને લઈને તેમને સારવાર અર્થે હોસ્પિટલમામં દાખલ કરાયા હતા.
ન્યાયાધીશ શાંતનાગોદરને 17 ફેબ્રુઆરી 2017 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પદભાર સોંપવામાં આવ્યો હતા. તેનો જન્મ 5 મે 1958 ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેઓ 5 સપ્ટેમ્બર 1980 ના રોજ વકીલ તરીકે પંજીકરણ કરાવ્યું હતું. ન્યાયમૂર્તિ શાંતનાગોદર સુપ્રીમ કોર્ટમાં ઉપરોક્ત થયા પહેલા કેરલની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેનો પદભાર સંભાળતા હતા.
સાહિન-